રાજકોટમાં આંગણવાડીની બહેનો અને આશા વર્કર્સનાં પગાર મુદ્દે ધરણા

728_90

રાજકોટ : આજથી રાજકોટમાં આંગણવાડીની બહેનો અને આશા વર્કર બહેનોની રાજ્યવ્યાપી ત્રી-દિવસીય હડતાલની શરૂઆત થઇ ગઇ છે. રાજકોટમાં આંગણવાડી તેમજ આશા વર્કર કર્મીઓ હડતાલ પર ઉતાર્યા છે.

જિલ્લા કલેકટર કચેરીએ 150થી વધુ મહિલા કર્મીઓએ ધરણા યોજી હોબાળો મચાવ્યો હતો. મહિલા કર્મીઓએ માંગ કરી છે કે તેમનું આર્થિક શોષણ બંધ કરવામાં આવે. તેમને યોગ્ય પગાર પૂરો પાડવામાં આવે, તેમજ ગ્રેચ્યુએટી સહિતના લાભો પણ તેમને આપવામાં આવે.

જો કે આંગણવાડી વર્કર્સ અને આશા બહેનોએ ચિમકી ઉચ્ચારતા જણાવ્યું હતુ કે, માંગ નહીં સંતોષાઈ તો આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કુલ 173 આંગણવાડી વર્કરો છે.

You might also like
728_90