રાજકોટમાં રૂપાણીનાં ઘર પાસે આપનું પ્રદર્શન : 40ની અટકાયત

રાજકોટ : રાજકોટમાં વિજય રૂપાણીના નિવાસ સ્થાને આજે આપ પાર્ટીનાં કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધનાં પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીનાં ઘરની શેરી પાસે જ 40 જેટલા કાર્યકરોની અટકાયત કરી લેવાઇ હતી.

જો કે અટકાયત દરમિયાન આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી. આપ પાર્ટીનાં કાર્યકરોએ ભાજપ ભગાવો બેટી બચાવોનાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આફનાં કાર્યકરોએ હલ્લાબોલ દરમિયાન પોલીસ મુર્દાબાદનાં નારા પણ લગાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે નાલિયા કાંડ મુદ્દે ઉઠતો દરેક અવાજ સરકાર દબાવવાનાં પ્રયાસો કરી રહી છે. સરકાર દ્વારા ભીનુ સંકેલવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે નલિયા કાંડમાં 65 જેટલા ભાજપનાં કાર્યકરો સંડોવાયેલા છે.

You might also like