રાજકોટમાં ૮૦૦૦ વિદ્યાર્થિનીઓની સાઈકલ રેલીની લિમ્કા બુકમાં સ્થાન

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બેટી બચાવો, બેટી પઢાઓ અને સશક્ત સમાજ બનાવો અભિયાનને બુલંદી સુધી પહોંચાડવાના ભાગરૂપે આજે સવારે રાજકોટમાં રેસકોર્સથી શહેરની તમામ શાળાઓની ૮૦૦૦ જેટલી વિદ્યાર્થિનીની સાઇકલ રેલીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલીબહેન રૂપાણીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અભૂતપૂર્વ રેલીને લિમ્કા બુકમાં સ્થાન મળ્યું છે.

આજના આ કાર્યક્રમમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ધારાસભ્યો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ૮૦૦૦ વિદ્યાર્થિનીની આ રેલીએ શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. લોકોઅે ઠેર ઠેર રેલીનું સ્વાગત કર્યું હતું.

આગામી તા.ર૯ જૂને વડા પ્રધાન મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા હોઇ સુરક્ષાના હેતુસર ઝેડ પ્લસ સિક્યોરિટી માટે એસપીજીના ૬૦ કમાન્ડો અને બંદોબસ્ત માટે ર૭ આઇપીએસ, ૬પ ડીવાયએસપી, ૧પ૦ પી.આઇ., પ૦૦ પી.એસ.આઇ. અને એસઆરપીની ૧પ કંપની સહિત ૮૦૦૦ જવાનોને તહેનાત રાખવામાં આવ્યા છે.
http://sambhaavnews.com/

You might also like