ઉત્તરાખંડમાં મૃત્યુ પામેલા રાજકોટનાં પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી રૂ.5 લાખની સહાય

728_90

રાજકોટઃ ઉત્તરાખંડનાં ગંગોત્રીમાં સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલાં રાજકોટનાં 8 નાગરિકોનાં મૃતદેહને રાજકોટ લાવવામાં આવ્યાં છે. ત્યારે સ્પેશિયલ પ્લેન મારફતે મૃતદેહોને રાજકોટ લાવવામાં આવ્યાં છે. બસ ખીણમાં ખાબકતા રાજકોટનાં 8 નાગરિકો સહિત 10 લોકોનાં મોત થયાં હતાં. જેને લઈને રંગીલા રાજકોટમાં માતમ છવાયો છે.

ઉત્તરાખંડમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા રાજકોટવાસીઓને લઇ CM વિજય રૂપાણીએ સહાયને લગતી મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે મૃતકોનાં પરિવારને રૂ. 5 લાખની સહાયની જાહેરાત કરી છે. આ અકસ્માતમાં રાજકોટનાં 8 લોકોનાં મોત નિપજ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે રાજકોટથી ચાર ધામની યાત્રાએ જવા નીકળેલા યાત્રિકોની બસ ઉત્તરાખંડનાં ભિરવાડીથી 10 કિ.મી. દૂર 60 ફુટ ઊંડી ખીણમાં ખાબકી હતી. ત્યારે આ અકસ્માતમાં રાજકોટનાં 8 સહીત કુલ 10 લોકોનાં મોત થયાં હતાં. ત્યારે એરફોર્સનાં વિમાન દ્વારા ગઈ કાલે આ મૃતદેહોને રાજકોટ ખાતે લાવવામાં આવ્યાં હતાં. તેમાંથી એક વ્યક્તિનાં તો ગઈ કાલે જ અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યાં હતાં. જયારે આજનાં રોજ એક સાથે 7 અર્થીઓ ઉઠતા શહેરમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયાં હતાં.

મહત્વનું છે કે આ અંતિમ યાત્રામાં CM વિજય રૂપાણીએ મૃતકોનાં પરિવારજનો સાથે મુલાકાત પણ કરી હતી. રૂપાણીએ મૃતકોનાં પરિવારજનો સાથે મુલાકાત કરીને તેઓને સાંત્વના પાઠવી હતી.

You might also like
728_90