બારદાન કૌભાંડઃ રાજકોટથી 2 મીલમાંથી 3679 બારદાન પોલીસે કર્યા કબ્જે

રાજકોટઃ સામે આવેલા બારદાન કૌભાંડ મામલે પોલીસે 2 મીલમાંથી 3679 બારદાન કબ્જે કર્યા છે. દહીંસરડાની અંજલી ઓઈલ મિલ અને નેકનામની ચંદન ઓઈલ મીલમાંથી બારદાન જપ્ત કરવામાં આવ્યાં છે. મહેશ પ્રધાન અને અરવિંદ ઠક્કરે આ બારદાર મગન ઝાલાવાડિયા પાસેથી ખરીદ્યા હતાં.

બંન્ને ઓઈલ મિલનાં માલિકોએ ઝાલાવાડીયા પાસેથી કુલ 30 હજાર 800 બારદાન ખરીદ્યા હતાં. જો કે તેમાંથી માત્ર 3679 બારદાન જ ઝડપાયાં છે. બાકીનાં બારદાન ઓઈલ મિલનાં માલિકોએ ખોળ ભરીને વેચી દીધાં હોવાંની પણ કબૂલાત કરી છે. ત્યારે આ મામલે પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વનું છે કે ત્યારે રાજકોટમાં બારદાન કૌભાંડને લઈને હવે પોલીસ તપાસનો ધમધમાટ યથાવતપણે શરૂ છે અને પોલીસે મગન ઝાલાવડિયાએ વેચેલા બારદાન બે મિલમાંથી જપ્ત કર્યા છે. પોલીસે દહીંસરડાની અંજલી ઓઈલ મિલ અને નેકનામ ગામની ચંદન ઓઈલ મિલમાં પોલીસ પહોંચી હતી અને બે ઓઈલ મિલમાંથી બારદાન કબ્જે કર્યા છે.

ઉલ્લેખનીય છે કે મગન ઝાલાવાડીયાએ મહેશ પ્રધાન અને અરવિંદ ઠક્કરને 30 હજાર 800 બારદાન વેચાણ કર્યાં હતાં. જ્યારે બાકીનાં બારદાન ખોળનો જથ્થો ભરીને બારદાન વેચી મારીયાની મિલ માલિકોએ પોલીસ સમક્ષ કેફિયત રજૂ કરી હતી. જો કે હવે ખોળ જે વેપારીઓને વેચવામાં આવ્યાં છે ત્યાંથી તે બારદાન ખાલી કરીને તે બારદાન કબ્જે કરવાની કાર્યવાહી કરવાની પણ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે.

You might also like