VIDEO: જસદણમાં અજાણ્યા શખ્સોએ એક યુવક પર કર્યું ફાયરિંગ

રાજકોટઃ શહેરનાં જસદણમાં ફાયરિંગની એક ઘટના સામે આવી છે. જસદણનાં સ્મશાન રોડ ઉપર ત્ર ણ અજાણ્યાં શખ્સોએ યુવક પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી તેઓ ફરાર થઇ ગયાં છે. જો કે આ સમગ્ર બનાવને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં અવારનવાર આવી અસામાજીક ઘટનાઓ બનતી હોય છે. ત્યારે શહેરનાં જ જસદણમાં એક યુવક પર કેટલાંક અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું છે. જો કે બાદમાં તે શખ્સો ત્યાંથી ફરાર થઇ ગયાં હતાં. પોલીસ આ સમગ્ર ઘટનાને લઇ તપાસ હાથ ધરી રહી છે.

રાજકોટનાં જસદણમાં ફાયરિંગ
યુવક પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ
3 અજાણ્યાં શખ્સો ફાયરિંગ કરી ફરાર
આરોપીઓ ક્યારે ઝડપાશે?

You might also like