ટ્રમ્પની ટીમમાં પણ શામેલ છે એક શાહ, નિભાવશે મહત્ત્વની જવાબદારી

વોશિંગ્ટન: અમેરિકાના નવા ચુંટાયેલા રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની ટીમમાં બીજા એક ભારતીય અમેરિકીને શામેલ કરવામાં આવ્યો છે. આ ભારતીય અમેરિકનનું નામ છે રાજ શાહ તેને વ્હાઈટમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. રાજ શાહને રાષ્ટ્રપતિ, ઉપ સંચાર નિર્દેશક અને અનુસંશાધન નિર્દેશકના ઉપ સહાયક બનાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજ શાહે રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન રિપબ્લિકન પાર્ટીના હિલેરી ક્લિંટન સામેના અભિયાનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેના સારા કામને ધ્યાનમાં રાખતા ટ્રમ્પે રાજ શાહને વ્હાઇટ હાઉસમાં એક મહત્ત્વની જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે.

રાજ શાહના કુટુંબ વિશે જોઈએ તો તેમના માતા-પિતા ગુજરાતથી આવ્યા હતા. તેમના પિતા 1970માં અમેરિકા અભ્યાસ અર્થે આવ્યા હતા. અને ત્યાર પછી તેમણે લગ્ન કરી અહીં જ વસવાટ કર્યો હતો. રાજ શાહ શિકાગોમાં રહે છે અને તેમનો જન્મ પણ ત્યાં જ થયો હતો.

શાહ નેશનલ કમિટીમાં રિસર્ચ હેડ તરીકે પણ કામ કર્યું છે. શાહે ઓબામા પ્રશાસન દરમિયાન 2010-15ની વચ્ચે યૂનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈંટરનેશનલ ડિપાર્ટમેંટમાં 16મા પ્રશાસક તરીકે કામ કર્યું છે. આમ રાજ શાહ ઘણો બહોળો અનુભવ આટલી નાની વયે ધરાવે છે.

You might also like