અશોક ગેહલોતની જગ્યાએ રાજીવ સાતવને ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી બનાવાયા

ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી તરીકે રાજીવ સાતવને નિમણૂંક કરવામાં આવ્યા છે. અશોક ગેહલોતના સ્થાને રાજીવ સાતવને ગુજરાતના પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, અશોક ગેહલોત હાલ રાજસ્થાનની ચૂંટણીમાં વ્યસ્ત છે.

આ કારણે ગુજરાતના પ્રભારી તરીકે સાતવને નિમવામાં આવ્યા છે. બીજી તરફ ઓલ ઈન્ડિયા સેવાદળના પ્રમુક તરીકે લાલજી દેસાઈને નિમણૂંક કરાયા છે. મહેદ્ર જોષીની જગ્યાએ વધુ એક ગુજરાતીને નેશનલ જવાબદારી સોંપાઈ છે. લાલજી દેસાઈ ગુજરાત કોંગ્રેસના મહામંત્રી હતા છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ કોંગ્રેસ દ્વારા નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે વિધાનસભાના પ્રમખ તરીકે પરેશ ધાનાણીની નિમણૂક કરાઇ હતી.

You might also like