રાજીવ ગાંધીની જન્મ જયંતીએ રાહુલ સહિત રાષ્ટ્રપતિની શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી: દેશના પૂર્વ વડા પ્રધાન દિવંગત રાજીવ ગાંધીની આજે ૭૨મી જન્મ જયંતીએ કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને તેમના પુત્ર રાહુલ ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ, રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ રાજીવ ગાંધીનાં સમાધિ સ્થળ વીરભૂમિ પર જઈને પુષ્પમાળા અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે દેશભરમાં તેમની જન્મ જયંતીએ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની જન્મ જયંતીએ ટ્વિટ કરીને તેમને યાદ કર્યા હતા. રાજીવ ગાંધીનો જન્મ ૨૦ ઓગસ્ટ ૧૯૪૪ના રોજ મુંબઈ ખાતે થયો હતો. રાજીવ ગાંધીએ ૧૯૬૮માં સોનિયા ગાંધી સાથે લગ્ન કર્યાં હતાં. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ તેઓ પ્રચંડ બહુમતી સાથે દેશના સાતમા વડાપ્રધાન બન્યા હતા.

You might also like