રાજકારણમાં અાવવા ઈચ્છતા હોય તો રજનીકાંતનું ભાજપમાં સ્વાગત છેઃ શાહ

નવી દિલ્હી: સુપરસ્ટાર રજનીકાંત રાજકારણમાં આવવાની તૈયારી કરી રહ્યા છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે જો રજનીકાંત રાજકારણમાં આવવા માગતા હોય તો ભાજપમાં તેમનું સ્વાગત છે. રજનીકાંતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સારા સંબંધ છે.

બીજી બાજુ શત્રુઘ્ન સિંહાનું કહેવું છે કે જો રજનીકાંતે રાજકારણમાં આવવું હોય તો તેમણે તેમનો અલગ પક્ષ રચવો જોઈએ. હવે રજનીકાંત રાજકારણમાં આવવા માગે છે, કેમ તે અંગે આખરી નિર્ણય રજનીકાંત સ્વયં લેશે. અમિત શાહે જોકે જણાવ્યું છે કે રજનીકાંત રાજકારણમાં માગતા હોય તો તેમના માટે ભાજપમાં વિશેષ સ્થાન છે. તેઓ ભાજપ અંગે વિચારશે. જ્યારે રજનીકાંતને સલાહ આપતાં ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ કેટલાય ટ્વિટ કર્યા હતા. શત્રુઘ્ન સિંહાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તામિલનાડુના ટાઈટેનિક હીરો અને ભારતના પુત્ર મારા પ્રિય રજનીકાંત – રાઈઝ … રાઈઝ …. રાઈઝ … આ યોગ્ય સમય છે.

શત્રુઘ્ન સિંહાએ લખ્યું હતું કે દેશને તમારી પ્રતીક્ષા છે. રાજકારણમાં આવો અને રાષ્ટ્ર તેમજ પોતાના લોકોના ભવિષ્યને એક નવી દિશા આપો. લોકો આપની સાથે છે. આપને સાથ આપવા લોકો તૈયાર છે. કોઈ બીજા સાથે સામેલ થવાના બદલે લોકો તમારી સાથે જોડાઈ જાય એ બહેતર છે. મને આશા છે કે તમે તમારા પરિવાર અને સાથીઓ સાથે ચર્ચા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેશો, પરંતુ જલદી નિર્ણય કરજો.
http://sambhaavnews.com/

You might also like