રજનીકાંત ફીવરઃ રાત્રે ૩ વાગ્યે યોજાયો ‘કબાલી’નો પહેલો શો

મુંબઈ: સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ કબાલી અાજે રિલીઝ થઈ ચૂકી છે. ચેન્નઈ અને મુંબઈમાં કબાલીનો પહેલો શો સવારે ૩ વાગ્યે યોજાયો હતો, જ્યારે કબાલી જોવા માટે રજનીકાંતના ફેન મોડી રાતથી થિયેટરની અંદર અને બહાર ઊભા રહ્યા હતા. ચેન્નઈમાં કબાલીની ટિકિટ ન મળતાં પ્રશંસકો દ્વારા હંગામો કરવાના પણ સમાચાર જાણવા મળ્યા છે, કેટલીયે જગ્યાઅે પોસ્ટર અને બેનર ફાડી નાખવામાં અાવ્યાં.

કબાલીને લઈને દુનિયાભરનાં થિયેટરોઅે જોરદાર તૈયારીઅો કરી લીધી છે. સૂત્રોઅે જણાવ્યું કે મુંબઈના અરોરા થિયેટરમાં રોજ કબાલીના છ શો દર્શાવવામાં અાવશે. ખાસ વાત અે છે કે ફિલ્મનો પહેલો શો ગુરુવારે રાત્રે ૩ વાગ્યે શરૂ કરી દેવાયો હતો. રજનીકાંતની ત્રીજી સૌથી મોંઘી ફિલ્મ કબાલીની દર્શકોને અાતુરતાથી રાહ હતી.

ફિલ્મનું પ્રીબુ‌િકંગ બે કલાક પહેલાં જ ફૂલ થઈ ગયું અને બધી જ ટિકિટ વેચાઈ ગઈ. ચેન્નઈ અને બેંગલુરુમાં તો કેટલીક કંપનીઅોઅે કબાલી જોવા માટે કર્મચારીઅોને શુક્રવારે રજા પણ અાપી દીધી હતી. રજનીકાંતની અા ફિલ્મ દુનિયાભરમાં ૧૨ હજાર સ્ક્રીન પર એકસાથે રિલીઝ થઈ ચૂકી છે.

૧૬૦ કરોડના બજેટની ફિલ્મ કબાલીઅે રિલીઝ પહેલાં જ બ્રાન્ડ અેસો‌િસયેશન અને સેટેલાઈટ રાઈટ્સ દ્વારા ૩૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

સટ્ટાબજારમાં ‘બાહુબલિ’ અને ‘કબાલી’ની ટક્કર
અામ તો સટ્ટો ક્રિકેટમાં વધુ રમાતો હોય છે, પરંતુ સટ્ટોડિયાઅોઅે અાજે રિલીઝ થયેલી રજનીકાંતની ફિલ્મ કબાલી પર પણ ૨,૦૦૦ કરોડ રૂપિયાનો સટ્ટો લગાવ્યો છે. સટ્ટો એ વાત પર વધુ લાગ્યો છે કે શું કબાલી કમાણીમાં બાહુબલિનો રેકોર્ડ તોડશે. બાહુબલિઅે કુલ ૫૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. અા ઉપરાંત રિલીઝના પહેલા જ દિવસે ૫૦ કરોડ રૂપિયાના બિઝનેસનો પણ રેકોર્ડ છે.
હજુ સુધી અા રેકોર્ડ કોઈ ફિલ્મ તોડી શકી નથી. કબાલી અા રેકોર્ડ તોડે તેવી અપેક્ષા છે. રજનીકાંતની ફિલ્મોનો દેશમાં અલગ જ ક્રેઝ હોય છે. કબાલી પર બે રીતે સટ્ટો લગાવાયો છે. પહેલાં તો અે કે પહેલા અઠવાડિયે અા ફિલ્મ કેટલી કમાણી કરશે અને બીજો સટ્ટો અે વાત પર લગાવાયો છે કે અા ફિલ્મનું કુલ કલેક્શન કેટલું હશે.

You might also like