રજનીકાંત નવી પાર્ટી બનાવી ભાજપ સાથે ગઠબંધન કરે તેવી સંભાવના

નવી દિલ્હી: આગામી દિવસોમાં જાણીતા અભિનેતા રજનીકાંત નવી પાર્ટી બનાવી ભાજપ સાથે ગઠબંધન કરે તેવી સંભાવના જણાઈ રહી છે. જેમાં ભાજપ, અન્ના દ્રમુક સહિત કેટલાંક અન્ય પક્ષો મહાગઠબંધનના મુખ્ય ચહેરા બને તેવી વાત બહાર આવી છે. ત્યારે આવી સ્થિતિમાં ભાજપે પણ તેની રણનીતી બદલવા નિર્ણય કર્યો છે.

બીજી તરફ કોંગ્રેસે પણ કમલ હાસન, દ્રમુક અને ડાબેરીઓ સાથે મહાગઠબંધન કરવાની દિશામાં પહેલ કરી છે. જો આ રીતે ભાજપ અને કોંગ્રેસ તેમના અભિયાનમાં સફળ થઈ જશે તો દાયકાઓ બાદ તામિલનાડુના રાજકારણમાં દ્રમુક સામે અન્ના દ્રમુકને બદલે બે મહાગઠબંધન વચ્ચે મુકાબલો થશે. અન્ના દ્રમુકના બંને જૂથમાં વિલયની પ્રક્રિયા લગભગ પૂરી થઈ જવામાં અને શશિકલા તથા દિનાકરણની વિદાય બાદ પાર્ટી હવે નવેસરથી રણનીતિ બનાવી રહી છે. જેમા અન્ના દ્રમુકના અનેક ધારાસભ્યો દિનાકરણ સાથે હોવાથી અને અયોગ્ય ઠરાવાયેલા ધારાસભ્યોનો મામલો કોર્ટમાં વિચારાધીન હોવાથી રાજયના રાજકારણમાં અસ્થિરતા જોવા મળી રહી છે. અને તેના કારણે મધ્યસ્થ ચૂંટણીની સંભાવના વધી ગઈ છે. આવી સ્થિતિમાં ભાજપ ઈચ્છે છે કે રજનીકાંત તેમની પાર્ટીમાં સામેલ થઈ જાય અને તેમની નવી પાર્ટી બનાવે. આ માટે ભાજપે રજનીકાંતને નવી પાર્ટી બનાવવાની કમાન સોંપવા અંગે યોજના બનાવી છે.

You might also like