જયપુર : સોશિયલ મીડિયા પર તસ્વીર વાઇરલ થયા બાદ RCWનું રાજીનામું

જયપુર : રેપ પીડિતાની સાથે સેલ્ફી લીધા બાદ વિવાદોમાં ઘેરાયેલા રાજસ્થાન મહિલા પંચનાં સભ્ય સોમ્યા ગુર્જરે રાજીનામું આપી દીધું છે. RCW સભ્ય સૌમ્યા ગુર્જર અને ચીફ સુમન શર્માની બળાત્કાર પીડિતાની સાથે સેલ્ફી લેતી તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ હતી. ત્યાર બાદ આ સમગ્ર વિવાદ મીડિયા સુધી પહોંચ્યો હતો અને ચોતરફથી આ તસ્વીરની ભારે આલોચનાં થઇ હતી. મહિલા પંચના સભ્યો પર પણ ફિટકારનો વરસાદ થવા લાગ્યો હતો.

રાજસ્થાન મહિલા પંચનીટીમ રેપ પીડિતાની હાલચાલ જાણવા ગયા હતા. પરંતુ ત્યાર બાદ આ લોકો સેલ્ફી પાડવામાં વ્યસ્ત થઇ ગયા હતા. ત્યાર બાદ સેલ્ફીની તસ્વીરો સામે આવ્યા બાદ પંચના અધ્યક્ષે કહ્યું કે એવું પીડિતાને સામાન્ય કરવા માટે કરવામાં આવ્યું હશે.

આ સેલ્ફી જયપુર મહિલા પોલીસ સ્ટેશનમાં લેવામાં આવી હતી. દુષ્કર્મ પીડિતાની સાથે સેલ્ફી લેનારી બંન્ને મહિલાઓ પૈકી એક મહિલા પંચની સભ્ય સૌમ્યા ગુર્જર હતી. જ્યારે સેલ્ફીમાં રાજસ્થાન મહિલા પંચનાં અધ્યક્ષ સુમન શર્મા હસી રહ્યા હતા.

જેઠ અને સસરાએ આચર્યું દુષ્કર્મ
પિતાએ 51 હજાર રૂપિયા દહેજ નહી આપતા મહિલા પર તેનાં પતિએ મશીનથી લખ્યું હતું કે મારો બાપ ચોર છે. સાથે જ હાથ અને શરીર પર તથા અન્ય અંગો પર ગાળો લખાવી હતી. મહિલાનો આરોપ છે કે જેઠ અને સાસરાએ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાને 10 દિવસ થઇ ગયા છે તેમ છતા પણ ન તો અલવર પોલીસ સ્ટેશન ફરિયાદ નોઁધવા તૈયાર છે ન તો જયપુર પોલીસ ફરિયાદ નોંધવા તૈયાર છે. અંતે કોર્ટનાં આદેશ બાદ ફરિયાદ નોંધાવાઇ હતી.

You might also like