બાડમેરમાં પાક. માટે જાસૂસી કરતા બે યુવાનોની ધરપકડ

જયપુર: ગુપ્તચર એજન્સીએ બાડમેર જિલ્લાના બે યુવાનોની ઈન્ટરનેટ દ્વારા પાકિસ્તાનમાં માહિતીની આપલે કરવાના શકમાં ધરપકડ કરી છે. આ યુવાનોની હાલ જયપુરમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારબાદ તાલસર નિવાસી દિને ખાનની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત બીજા પકડાયેલ બાડમેર નિવાસી પાક. વિસ્થાપિત યુવાન ધર્મેન્દ્રની પણ પૂછપરછ કરવામાં આવી છે.

ટીમે અગાઉ તાલસર નિવાસી દિને ખાનના પુત્ર રહીમન ખાનની પૂછપરછ માટે ધરપકડ કરી હતી. દિને ખાનમાં એક મજારની દેખરેખ રાખતાે હતો. તે બે વખત પાકિસ્તાન જઈ આવ્યો છે અને પાકિસ્તાન સાથે તેની પૂછપરછ જારી છે. એડીજી યુ. આર. સાહુએ જણાવ્યું છે કે પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે મજારની દેખરેખ રાખનાર કેટલાક લોકો વિદેશમાં રહે છે અને વિદેશી જાસૂસ પાસેથી તેમને રૂપિયા મળે છે. આ લોકો દિને ખાનને જાસૂસી માટે રૂપિયા મોકલતા હતા. દિને ખાન અહીંના લોકોની જાસૂસીના બદલામાં રૂપિયા આપતો હતો.

દિને ખાનની પૂછપરછ બાદ બાડમેર શહેરમાં રહેતા ધર્મેન્દ્ર ચારણની પણ પૂછપરછ માટે ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનના વિસ્થાપિત ધર્મેન્દ્ર પર એવો શક છે કે તે ઈન્ટરનેટ દ્વારા પાકિસ્તાનમાં માહિતીની આપ-લે કરવામાં સંડોવાયેલ છે.

http://sambhaavnews.com/

You might also like