રાજસ્થાન રોયલ્સે દિલ્હી હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં

નવી દિલ્હીઃ આઇપીએલમાંથી સસ્પેન્ડ કરાયેલી ફ્રેંચાઇઝી રાજસ્થાન રોયલ્સે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં તેના વિરુદ્ધ ટ્રિબ્યૂનલમાં ચાલી રહેલા ફોરન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ના ઉલ્લંઘન મામલાની સુનાવણીને જલદી પૂરી કરવાની અપીલ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ િડરેક્ટોરેટે રાજસ્થાન રોયલ્સ પર ફેમાના ઉલ્લંઘનને કારણે ૧૦૦ કરોડ રૂપિયાન દંડ ફટકારવામાં આવ્યો હતો. ન્યાયમૂર્તિ સંજીવ સચદેવ સમક્ષ આઇપીએલ ટીમ તરફથી કહેવામાં આવ્યું છે કે ટ્રિબ્યૂનલ સમક્ષ આ મામલો વર્ષ ૨૦૧૩થી પડતર છે. હજુ સુધી કોઈ નિર્ણય લેવાઈ શક્યો નથી. બોમ્બે હાઈકોર્ટના નિર્દેશ પર રાજસ્થાન રોયલ્સ ૧૫ કરોડ રૂપિયા જમા કરાવી ચૂકી છે. કાયદા અનુસાર મામલામાં અરજી દાખલ કરવાના ૧૮૦ દિવસની અંદર ચુકાદો આવી જવો જોઈએ, પરંતુ અત્યાર સુધી આ અંગે કોઈ નિર્ણય આવ્યો નથી.

You might also like