રાજસ્થાનમાં 87 જ્જની બદલી, સલમાનની જામીન અરજી પર સુનાવણી કરનાર જ્જની પણ બદલી

રાજસ્થાનમાં શુક્રવારે મોડી રાત્રે 87 જિલ્લા જ્જોની બદલી કરવામાં આવી છે. બદલી કરવામાં આવેલ જ્જમાં બોલીવુડના અભિનેતા સલમાન ખાનને કાળિયાર હરણ શિકાર મામલે દોષિત કરાર કરનાર અને 5 વર્ષની જેલની સજા ફટકારનાર જ્જ રવિન્દરકુમાર જોષીનું નામ પણ સામેલ છે.

જ્જ રવિન્દરકુમાર જોષીની બદલી સિરોહી કરવામાં આવી છે, હવે તેમની જગ્યાએ જોધપુર સેશન્સ કોર્ટના નવા જ્જ ચંદ્રકુમાર સોંગરા રહેશે. મોડી રાત્રે કરવામાં આવેલ જ્જોની બદલીને લઇને રાજસ્થાનના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પ્રશાસને બદલીને રૂટિન કાર્ય કહ્યું, જો કે હજી તેના પર કોઇ પ્રતિક્રિયા જોવા મળી નથી.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં 87 જ્જોની બદલીમાં આજરોજ સલમાન ખાનની જામીન અરજી પર ચુકાદો સંભળાવનાર રવિન્દ્રકુમાર જોષીનું નામ પણ સામેલ છે. જો કે આ બદલીને લઇને સલમાન ખાનની જામીન અરજીની સુનાવણી પર તેની કેટલી અસર થશે તે હજી સુધી ચિત્ર સ્પષ્ટ થયું નથી. જો કે પ્રશાસન દ્વારા 87 જ્જોની બદલીને રૂટિન કહ્યું હતું.

You might also like