‘લિવ-ઈન રિલેશનશિપ’ સામાજિક આતંકવાદ છે:પ્રકાશ ટાટિયા, માનવાધિકાર આયોગ

728_90

રાજસ્થાન માનવાધિકાર કમિટિના અધ્યક્ષ પ્રકાશ ટાટિયાએ લિવ-ઈન રિલેશનશિપને ‘સામાજિક આતંકવાદ’ ગણાવ્યો છે. ઝારખંડ હાઈકોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ અને રાજસ્થાન હાઈકોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ કહેવું છે કે આ કેવી આઝાદી છે, જેમાં સમાજને જણાવ્યાં વગર કોઇની સાથે રહવામાં આવે છે. જેનાથી સમાજ કલંકિત થાય છે.

તેમણે જણાવ્યું હતું કે, ‘લિવ-ઈન રિલેશનશિપ’ પર પ્રતિબંધ લગાવવો જોઇએ. આ માટે કાયદાની જરૂરત છે જેવી રીતે લગ્ન માટે રજિસ્ટ્રેશનને જરૂરી કરવામાં આવ્યો છે. 2 લોકો સાથે રહીને સમાજની આબરૂને દાવ પર ન લાગવી શકે, લગ્નની જેમ જ લિવ-ઇન માટે પણ રજિસ્ટ્રેશનની જરૂરી હોવું જોઇએ. તેમણે જણાવ્યું હતું કે 50 વર્ષની મહિલાને કેન્સર થયા પછી તેનો પાર્ટનર છોડીને જતો રહ્યો. પછી મહિલાએ એચઆરસીથી મદદ માંગી હતી.

આ પહેલા રાજસ્થાનની રાજ્ય મહિલા આયોગની અધ્યક્ષ સુમન શર્માએ પણ આ જ પ્રકારનું નિવેદન આપી ચૂકી છે. તેમણે જણાવ્યું હતું કે, તે લિવ-ઇન રિલેશનશિપ વિરુદ્ઘ કેમ્પન ચલાવશે કારણ કે તે સંસ્કૃતિની વિરુદ્ઘમાં છે. સુમન શર્માએ જણાવ્યું હતું કે, આવા સંબંધો પૂરા થવા પર સૌથી વધારે મહિલાઓને સહન કરવું પડે છે.આવી મહિલાઓની મદદ કરવનો કોઇપણ જોગવાઈ નથી કારણ કે તે અમારી સંસ્કૃતિની વિરુદ્ઘ છે.

You might also like
728_90