ભાજપને ત્રણ તલાક આપનાર રાજસ્થાન પ્રથમ રાજ્યઃ શત્રુઘ્ન

મુંબઈ: રાજસ્થાનમાં તાજેતરમાં યોજાયેલ પેટાચૂંટણીઓ ભાજપને જોરદાર ફટકો પડ્યો છે. રાજ્યની લોકસભાની બે અને વિધાનસભાની એક બેઠક પર કોંગ્રેસનો પ્રચંડ વિજય થયો છે. આ પરાજય બાદ ભાજપના નેતા અને બિહારના પટના સાહિબથી લોકસભામાં ચૂંટાયેલા સાંસદ શત્રુઘ્ન સિંહાએ પોતાના જ પક્ષ ભાજપ સામે નિશાન તાક્યું છે.

તેમને ટ્વિટ કરીને જણાવ્યું છે કે ભાજપને ટ્રિપલ તલાક આપનાર રાજસ્થાન પહેલું રાજ્ય બની ગયું છે. શત્રુઘ્ન સિંહાએ લખ્યું છે કે તમામ રેકોર્ડ તોડનાર શાસક પક્ષ ભાજપ માટે બ્રેકિંગ ન્યૂઝ. ભાજપને ત્રણ તલાક આપનાર પ્રથમ રાજ્ય રાજસ્થાન બન્યું છે. અજમેર-તલાક, અલવર-તલાક, માંડલગઢ-તલાક. અમારા વિરોધીઓનો જંગી સરસાઈ સાથે વિજય થયો છે. અમારા પક્ષને જોરદાર ફટકો પડ્યો છે.

શત્રુઘ્ન સિંહાએ બીજું ટ્વિટ કરતાં જણાવ્યું છે કે ભાજપને હવે જાગી જવાની સલાહ છે. શત્રુઘ્ન સિંહાએ લખ્યું છે કે, “દેર આયે, દુરસ્ત આયે, અન્યથા આ વિનાશકારી પરિણામો ટાટા, બાયબાય પરિણામો પણ હોઈ શકે છે અથવા થઈ જશે. જાગ જાઓ બીજેપી, જયહિંદ”.

આ અગાઉ તાજેતરમાં યશવંત સિંહાના બિનરાજકીય પ્લેટફોર્મ રાષ્ટ્રમંચ સાથે સંકળાયેલ ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે ભાજપમાં હું જાણે સાવકો પુત્ર હોઉ એવો મને અહેસાસ થઈ રહ્યો છે. શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે હવે હું ખુલ્લી હવામાં શ્વાસ લેનાર આઝાદ વ્યક્તિ છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એ વાત સાચી છે કે ભાજપે મને બોલવા સિવાય બીજું કોઈ કામ સોંપ્યું નથી.

Navin Sharma

Share
Published by
Navin Sharma

Recent Posts

જિઓ બની દેશની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની

મૂકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ તેના લોન્ચિંગના અઢી વર્ષમાં જ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. યુઝર્સ બેઝના આધારે…

19 hours ago

વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ દેવતાઓની મૂર્તિ ક્યાં રાખવી?

ઘરમાં અને મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવાની પરંપરા જૂના સમયથી ચાલતી આવી છે. મોટાભાગના લોકો ગણેશજી, લક્ષ્મીજી, બાળ ગોપાલની મૂર્તિઓ…

19 hours ago

દિવસે ભઠ્ઠીમાં ફેરવાતી બીટ ચોકીમાં પોલીસ કર્મચારી પગ મૂકતાંય ડરે છે

શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે આવા માથાના દુઃખાવા સમાન ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ…

21 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના નાઇટ શેલ્ટરમાં કોઈ ફરકતું જ નથી

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઘરવિહોણા લોકોને ધોમધખતા તાપ કે કડકડતી ઠંડી કે ભારે વરસાદ જેવા કુદરતી વિષમ સંજોગોમાં આશરો આપવા…

21 hours ago

ગુજકેટઃ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાને લઇને ચકાસણી

લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની તારીખમાં વધુ એક વખત ફેરફાર કરવાની ફરજ…

21 hours ago

શહેરના હેરિટેજ સમાન ટાઉનહોલને નવ કરોડના ખર્ચે રિનોવેટ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ટાઉનહોલને હવે વધુ સુવિધાસજ્જ અને અદ્યતન બનાવવાની તજવીજ હાથ ધરાઇ છે. બહુ ટૂંકા સમયમાં શહેરની મધ્યમાં…

21 hours ago