રાજસ્થાનઃ વિદ્યાર્થીઓને છાત્રાલયોમાં “રાષ્ટ્રગાન” ગાવું ફરજિયાત

જયપુરઃ રાજસ્થાન સરકારે હવે શાળાઓમાં વિદ્યાર્થીઓનાં મનમાં દેશભક્તિની ભાવનાને જગાડવા માટે છાત્રાલયોમાં હવે “રાષ્ટ્રગાન” ગાવું ફરજિયાત કરી દીધું છે. રાજસ્થાનની સાથે સામાજિક ન્યાય એટલે કે અધિકારીતા વિભાગે ઓબીસી ઓબીસી, એસસી તથા એસટીને લગતી 789 છાત્રાલયોમાં પણ રાષ્ટ્રગાન ફરજિયાતપણે ગાવાનો આદેશ રજૂ કરી દીધો છે.

આ આદેશ અનુસાર દરેક છાત્રાલયોમાં સવારનાં 7 કલાકે રાષ્ટ્રગાન ગાવું હવે ફરજિયાત થઇ ગયું છે. સરકાર દ્વારા સોમવારે રજૂ કરવામાં આવેલ એક નિવેદન અનુસાર દરેક આવાસીય શાળાઓમાં રાષ્ટ્રગાન ગાવું હવે ફરજિયાત કરી દીધું છે.

આ પરંપરા છાત્રાલયોમાં પણ ફોલો કરવામાં આવશે. વિભાગ દ્વારા રજૂ કરેલ આ આદેશ રવિવારથી જ લાગૂ કરી દેવામાં આવ્યો છે. વિભાગનાં પ્રમુખ સચિવ સમિત શર્માએ જણાવ્યું કે રાષ્ટ્રગાન ગાવાની આ પરંપરા છાત્રાલયોની દિનચર્યામાં પ્રથમ શામેલ કરવામાં આવી છે.

એમણે વધુમાં એમ પણ જણાવ્યું કે,”છાત્રાલયોમાં રહેનાર બાળકો દરરોજ સવારે પ્રાર્થના માટે રોજ સવારે એકત્રિત થતાં હોય છે. પરંતુ ત્યારે સ્ટાફની ઉણપને લઇ રાષ્ટ્રગાન ગાવાનાં આદેશનું પાલન ન હોતું થઇ રહ્યું. જેથી હવે રાષ્ટ્રગાનને નિયમિત રીતે ગાવામાં આવશે. આ પહેલાં જયપુરનાં મેયર અશોક લાહોટીએ પણ સવારે રાષ્ટ્રગાન અને સાંજનાં રોજ વંદેમાતરમ ગાવાનું અનિવાર્ય કરી દીધું હતું.

You might also like