રાજસ્થાનનો કુખ્યાત ગેંગસ્ટર અાનંદપાલ ઠારઃ ૪૫ મિનિટ ફાયરિંગ ચાલ્યું

જયપુરઃ રાજસ્થાનનો કુખ્યાત ગેંગસ્ટર અાનંદપાલસિંહ શનિવારે મોડી રાત્રે ઠાર મરાયો હતો. રાજ્ય અેસઓજી અને સ્થાનિક પોલીસ સાથે થયેલી અથડામણમાં તે ઠાર મરાયો. તેના માથે પાંચ લાખનું ઇનામ હતું. ગેંગસ્ટર અાનંદપાલ દોઢ વર્ષથી ફરાર હતો. અથડામણ દરમિયાન અાનંદપાલ અને તેના બે સાથીઅોઅે પોલીસ પર એકે-૪૭, બંદૂક અને રાઈફલથી લગભગ ૧૦૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

અાનંદપાલને છ ગોળીઅો વાગી. તે ઘટના સ્થળે જ ઠાર મરાયો. તેની સાથે તેના બે સાથીઅો પણ પકડાઈ ગયા. ફરાર થયા દરમિયાન મધ્ય પ્રદેશ અને હરિયાણા સહિત વિવિધ રાજ્યોમાં રહ્યા બાદ બે દિવસ પહેલાં જ તે રાજસ્થાનના ચૂરુ જિલ્લાના માલાસર ગામ અાવ્યો હતો. તે અહીં શ્રવણસિંહ નામની સેનાના એક રિટાયર્ડ અધિકારીના ઘરે રહેતો હતો.
પોલીસ કમિશનર મનોજ ભટ્ટે જણાવ્યું કે લગભગ દોઢ મહિનાથી એસઅોજીના અાઈજી દિનેશ એમ.એન.ના નિર્દેશ પર પોલીસ અધિક્ષક સંજિવ ભટ્ટનાગર હરિયાણામાં રહીને અાનંદપાલ અને તેના બે ભાઈઅોની ગતિવિધિઅો પર નજર રાખી રહ્યો હતો. અા કામમાં હરિયાણા પોલીસે પણ સાથ અાપ્યો હતો.

અાનંદપાલના બે ભાઈ વિક્કી અને દેવેન્દ્ર સિરસામાં રહેતા હતા. પોલીસે ટીમની સાથે વિક્કી અને દેવેન્દ્રને શનિવારે સાંજે જ પકડી લીધા હતા. બંનેની સખત પૂછપરછ કરાઈ. પોલીસ ટીમે બંનેના એન્કાઉન્ટર કરવાની ધમકી અાપી તો અાનંદપાલ રાજસ્થાનના ચૂરુ જિલ્લામાં છુપાયો હોવાની જાણકારી અાપી. ભટ્ટનાગરે અાઈજી દિનેશ એમ.એન.ને સૂચના અાપી અને ચૂરુથી હરિયાણા તેમજ મધ્ય પ્રદેશ જતાં તમામ રસ્તા પર સુરક્ષા ગોઠવાઈ હતી.
http://sambhaavnews.com/

You might also like