રાજસ્થાન ચૂંટણીઃ કોંગ્રેસે જાહેર કરી પ્રથમ યાદી, રાહુલ ગાંધીના નિવાસ પર કાર્યકરોનો હંગામો

કોંગ્રેસ ગુરૂવારે રાતે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 132 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. જો કે યાદી જાહેર થયાની સાથે જ કોંગ્રેસ કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો હતો. નારાજ કોંગ્રેસ કાર્યકરોએ કોંગ્રેસ અધ્યક્ષના ઘરની બહાર હોબાળો મચાવ્યો તેમજ પૈસા લઇને ટિકીટ આપવાનો આરોપ લગાવ્યો.

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રથમ યાદી બહાર આવતાની સાથે જ કાર્યકરોમાં નારાજગી જોવા મળી. મોડી રાત્રે કાર્યકર્તાઓએ કોંગ્રેસ અધ્યક્ષના નિવાસ સ્થાનની બહાર ભારે હંગામો કર્યો અને પૈસા લઇને ટિકીટીન વહેંચણી કરી હોવાનો આરોપ લગાવ્યો.

પાર્ટીના કેન્દ્રીય ચૂંટણી સમિતિના મહાસચિવ મુકુલ વાસનિકે યાદી જાહેર કરી. યાદી મુજબ પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત સરદારપુરા તેમજ રાજ્ય પાર્ટી અધ્યક્ષ સચિન પાઇલટ ટોંક વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. ઉલ્લેખનિય છે કે અશોક ગેહલોત અને સચિન પાયલટે બુધવારે જ જણાવ્યું હતું કે તેઓ ચૂંટણી લડશે.

કોંગ્રેસે રાષ્ટ્રીય મહિલા આયોગની પૂર્વ અધ્યક્ષ ગિરિજા વ્યાસને ઉદેયપુરથી જયારે વરિષ્ઠ નેતા સીપી જોશીને નાથદ્વારા થી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે બુધવારે જ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા સાંસદ હરીશ મીણા દેવલી ઉનિયારાની બેઠક પર ચૂંટણી લડશે.

You might also like