રાજસ્થાન-આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનો કહેર, 31 લોકોના મોત

દિલ્હી-એનસીઆર સહિત પૂર્વોત્તર અને દક્ષિણ ભારતમાં અચાનક મૌસમે મિજાજ બદલ્યો છે. રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં આવેલા તોફાન અને ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઘણા રાજ્યોમાં ભારે વરસાદથી નુકસાન થયું છે.

રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે 15 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય 50 લોકો ઘાયલ થઇ ગયા છે. આંધ્રપ્રદેશમાં મૂશળધાર વરસાદ અને આંધીના કારણે 13 લોકોના મોત થા છે અને પાંચ લોકો લાપત્તા થયા છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાની બે અલગ-અલગ ઘટનાઓમાં ચાર લોકોના મોત નિપજ્યાં છે જ્યારે અન્ય બે ઘાયલ થયા છે.

આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાની લહેર દોડી ગઇ છે. ઘણા વિસ્તારોમાં ખેતીને નુકસાન પહોંચ્યું છે. તો શાકભાજીની મંડીમાં રાખેલા અનાજ પલળી ગયા છે. બુધવાર રાતે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના કેટલાંક વિસ્તારોમાં ધૂળની ડમરી સાથે ભારે વરસાદના કારણે દિવસમાં અંધારૂ થઇ ગયું હતું. કેટલાક સમય સુધી આકાશમાં ધૂળની ડમરી સિવાય કાંઇ દેખાતું નહોતું.

રાજસ્થાનના અલવર, ભરતપુર અને ધૌલપુરમાં તેજ વરસાદે તબાહી મચાવી દીધી હતી. આ જિલ્લામાં આવેલા કેટલાંક કાચા મકાનો, વીજળી થાંભલાઓ તેમજ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા અને વાહનોની એકબીજા સાથે અથડામણ થઇ ગઇ હતી. જેમાં ભરતપુરમાં એક કોલેજનો દરવાજો તુટી પડતા ત્રણ યુવકોના દબાઇ જવાથી મોત થયા હતા. બીજી તરફ યુપીમાં વરસાદે કહેર વરતાવ્યો છે.

રાજસ્થાન, આંધ્ર પ્રદેશમાં તોફાન સાથે વરસાદ આવ્યો છે. જેમાં 31 લોકોનાં મોત અને 52 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં દિલ્હી એનસીઆર સહિત પૂર્વોત્તર અને દક્ષિણ ભારતના હવામાનમાં પલટો આવ્યો છે. જેમાં પશ્ચિમ બંગાળ, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશમાં તોફાન સાથે વરસાદ વરસ્યો છે.

આ રાજ્યોમાં ભારે વરસાદના કારણે જનજીવન ઠપ થયું છે. કેટલાંક રાજ્યોમાં જાનમાલની જાનહાનિ થઇ છે. કેટલાંક રાજ્યોમાં ભયંકર તોફાન સાથે વરસાદ પડ્યો છે. આ વરસાદમાં હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન સૌથી વધુ પ્રભાવિત થયા છે. જ્યારે કેટલાંક રાજ્યોમાં જનજીવન ઠપ થઇ ગયું છે.

દિલ્હી NCR સહિત પૂર્વોત્તર અને દક્ષિણ ભારતમાં અચાનક વાતારણમાં પલટો આવ્યો હતો. રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું હતું. તોકેટલાંક રાજ્યોમાં મોટા પાયે નુકશાન પણ થવા પામ્યું છે.

રાજસ્થાનમાં ભારે વાવાઝોડા અને વરસાદના પગલે ઓછામાં ઓછા 15નાં મોત અને 50 જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો આંધ્રપ્રદેશમાં મૂશળધાર વરસાદ અને વાવાઝોડાથી 13 લોકોનાં મોત અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં વીજળી અને દિવાલ પડવાની ઘટનામાં ચાર લોકોના મોત અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.

You might also like