રાજકોટઃ કોલેજની વિદ્યાર્થીનીનો આપઘાત

રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર આવેલી કેએસએન કણસાગરા મહિલા કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીનીએ ચોથા માળ પરથી પડતુ મૂકીને આપઘાત કર્યો છે. વિદ્યાર્થીનીના આવા પગલાંને કારણે અન્ય વિદ્યાર્થીનીઓ ભયભીત થઇ ગઇ છે. પરિવારજનોએ એવો આક્ષેપ મૂક્યો છે કે તેની પર સાથી મિત્રો દ્વારા ચારીત્રને લઈને આક્ષેપ કરવામાં આવ્યાં હતા. જેથી મનમાં લાગી આવતા તેણે આવું પગલું ભર્યું છે. કોલેજ કેપ્સમાં આપઘાતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તપાસમાં વિદ્યાર્થીનીનું નામ કૌશિકાબા ઝાલા હોવાનું સામે આવ્યું છે. જે સુરેન્દ્રનગરના ઓળાદ ગામની હતી. તે રાજકોટમાં હોસ્ટેલમાં રહીને મહિલા કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેનુ એફવાય બીકોમનું બિઝનેશ એડમિનિસ્ટ્રેશનનું પેપર હતું. ત્યારે તેણે કોલેજ કેમ્પસના ચોથા માળેથી ઝંપલાવીને આપઘાત કરી લીધો છે. આ મામલે પોલીસે વધુ તપાસ અર્થે સાથીમિત્રોની પૂછપરછ પણ હાથ ધરી છે.

You might also like