રાજ ઠાકરેનો દીકરો ફેસબુક પર ઉદ્વવના દીકરા કરતાં વધુ પોપ્યુલર

મુંબઈ: MNSના વડા રાજ ઠાકરેનો પુત્ર અમિત આરોગ્ય સંબંધી કારણસર ચૂંટણી પ્રચારથી ભલે દૂર હોય, પણ લોકપ્રિયતાની બાબતમાં તે તેના કઝિન તથા યુવા સેનાના વડા આદિત્ય ઠાકરેથી ઘણો આગળ છે. ફેસબુક પર અમિત ઠાકરેનું ઑફિશિયલ પેજ લૉન્ચ થયાનાં માત્ર બે સપ્તાહમાં જ એને ૪પ,૦૦૦થી વધુ લાઇક્સ મળી ગઇ છે, જ્યારે છેલ્લા એક વર્ષથી અૅક્ટિવ હોવા છતાં આદિત્ય ઠાકરેના ઑફિશિયલ પેજને આશરે ર૮,૦૦૦ લાઇક્સ મળી છે. યંગસ્ટર્સનો ટેકો મેળવવા માટે અમિત ઠાકરે તેના પેજ પર MNSએ નાસિકમાં કરેલાં વિકાસકાર્યોેનાે વીડિયો પોસ્ટ કરતો રહ્યો છે.

BMCની ચૂંટણી માટે MNSનો પ્રચાર શરૂ કરતાં રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે અમિતની તબિયત સારી ન હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે એટલે ચૂંટણી પ્રચાર મોડો શરૂ કર્યો છે.

અમિતના રાજકારણમાં સત્તાવાર લૉન્ચિંગની વાતો BMCની ચૂંટણી પહેલાં સાંભળવા મળી હતી, જોકે MNSનાં સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ ઠાકરે ખુદ અમિતનું રાજકારણમાં સત્તાવાર લૉન્ચિંગ કરશે. ગઇ કાલ સાંજ સુધીમાં અમિત ઠાકરેનું પેજ ૪પ,૩૧પ ફેસબુક યુઝર્સ લાઇક કરી ચૂક્યા હતા, જ્યારે આદિત્ય ઠાકરેનું પેજ ર૭,૮૯૩ યુઝર્સે લાઇક કર્યું હતું. ફેસબુક પર અમિતના ફૉલોઅર્સની કુલ સંખ્યા ૪૬,૩૪૬ છે, જ્યારે આદિત્ય ઠાકરેને ર૮,૩ર૧ યુઝર્સ ફૉલો કરી રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like