રાજ ઠાકરે ટ્વિટર પર ઇનટ્રેન્ડ : 1 MLAવાળી પાર્ટી ભારે પડી

મુંબઇ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની દખલગીરી બાદ કરણ જોહરની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલની રિલિઝનો રસ્તો સાફ દેખઇ રહ્યો છે. જો કે સોશ્યલ મીડિયા પર આ એક વિવાદિત મુદ્દો બન્યો છે. સોશ્યલ મીડિયા પર માહિતી મળી રહી છે કે માત્ર એક ધારાસભ્યવાળી પાર્ટીએ કોઇના સપોર્ટ વગર કરણને મુશ્કેલીમાં મુકી દીધો છે. કેટલાકનું કહેવું છે કે, રાજ ઠાકરે આ વખતે બિલ્કુલ સાચા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, એ દિલ પર કડક વલણ રાખનારા એમએનએસ ચીફના વખાણ પણ થઇ રહ્યા છે. એખ ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, રાજ બાળા સાહેબની વિરાસતને આગળ વધારી રહ્યા છે. તેઓએ દેશ અને દેશની આર્મી માટે ઉત્તમ કામ કર્યું છે. અત્રે નોંધનીય છે કે આ ફિલ્મમમાં બે પાકિસ્તાની એક્ટર્સ ફવાદ ખાન અને ઇમરાન અબ્બાસ નકવીએ કામ કર્યું છે. ઉરી હૂમલા બાદ ભારત – પાકની વચ્ચે ચાલી રહેલ તણાવને જોતા આ ફિલ્મમાં પાક કલાકારોના કામ કરવાના મુદ્દે વિવાદ ઉભો થો હતો.

મનસે દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. સિનેમા ઓનર્સ એક્ઝિબિટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે 4 રાજ્યોની સિંગલ સ્ક્રીનમા આ મુવી નહી દર્શાવવામાં આવે. આ ફિલ્મ 28 ઓક્ટોબરના રોજ રિલીઝ થઇ રહી છે. વિવાદ વધી રહેલો જોતા દેવેન્દ્ર ફડણવીસે કરણ જોહર અને રાજ ઠાકરેને બોલાવીને સમજુતી કરાવી હતી.

You might also like