ભાજપ ‘બ્લૂ ફિલ્મ’ દેખાડીને જીતવા માંગે છે ચૂંટણી: રાજ ઠાકરે

મુંબઇ: મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે છેલ્લા કેટલાક સમયથી મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. એમને ફરીથી એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ પર નિશાન સાધ્યું છે. ઠાકરે સેક્સ સીડી બાબતે ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલનો બચાવ કરતાં કહ્યું કે 2014માં અમે મહારાષ્ટ્રમાં બ્લૂ પ્રિન્ટ દેખાડીને ચૂંટણી લડી હતી અને આજે ભાજપ ગુજરાતમાં ‘બ્લૂ ફિલ્મ’ દેખાડીને ચૂંટણી લડી રહી છે. ભાજપે હવે લોકોની પર્સનલ લાઇફમાં દખલગીરી કરવાનું શરૂ કરી દીધું છે.

ઠાકરે એ પીએમ મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે જો તમે માત્ર ગુજરાતીઓ માટે જ ટ્રેન ચલાવવા ઇચ્છો છો તો એ ક્યારેય સ્વીકારાશે નહીં. બુલેટ ટ્રેન માત્ર ગુજરાત માટે છે પરંતુ એના દેવાનો બોજ પૂરા દેશ પર પડશે, મનસે એનો વિરોધ કરશે. મહારાષ્ટ્રના ઠાણેમાં એક જનસભા સંબોધિત કરતાં મનસે પ્રમુખે કહ્યું કે દેશમાં આજે બળાત્કાર, લૂટ અને જાતિ, ધર્મના નામ પર દુકાન ચલાવી રહી છે.

પહેલા માત્ર મુલ્લા અને મૌલવી ફતવો નિકાળતાં હતા, પરંતુ હવે જૈના સાધક પણ એવું કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આ બધા પર રોક લગાવવાની જગ્યાએ યોગ કરવા માટે ઉત્સાહિત કરી રહ્યા છે. ઠાકરે કહ્યું કે પીએમના નિર્વાચન ક્ષેત્રમાં ગંગા નદીમાં લાશ તરી રહી છે, આવું બનશે સ્વચ્છ ભારત.

You might also like