શ્રીદેવીનાં પાર્થિવદેહને ત્રિરંગામાં લપેટવું એ સરકારની ભૂલઃ રાજ ઠાકરે

વિવાદિત નિવેદનોનાં કારણે મોટે ભાગે ચર્ચામાં રહેનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં પ્રમુખ રાજ ઠાકરેએ આ વખતે શ્રીદેવી પર નિશાન સાધ્યું છે.

રાજ ઠાકરેએ શ્રીદેવીને રાજકીય સમ્માન આપનારા લોકો પર સવાલ ઉઠાવતાં કહ્યું કે,”શ્રીદેવીએ પોતાનાં જીવનમાં એવું શું કર્યું હતું કે તેઓને આટલું બધું સન્માન આપવામાં આવ્યું. કયા આધાર પર તેઓને ત્રિરંગાની અંદર લપેટવામાં આવી.

સરકારની આ સૌથી મોટી ભૂલ હતી. રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે શ્રીદેવીનું મોત દારૂ પીવાંને કારણે થયું હતું. રાજ ઠાકરેએ ગુડી પડવાનાં દિવસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા આયોજિત રવિવારનાં રોજ મુંબઇમાં આયોજિત રેલી દરમ્યાન સભાને સંબોધિત કરી રહ્યાં હતાં.

રાજ ઠાકરેએ એમ પણ જણાવ્યું હતું કે મીડિયાએ શ્રીદેવીનાં મોતની ખબરને વધારે હાઇલાઇટ કરી દીધી હતી. આ ખબરને મીડિયાએ મીઠું-મરચું ભભરાવીને તેને હાઇલાઇટ કરી હતી.

આની પાછળનું કારણ એ હતું કે શ્રીદેવીનાં સમાચાર પાછળ નીરવ મોદીનાં કૌભાંડને દબાવી દેવાય અને લોકો તેની પર ધ્યાન ના આપે. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે આજની મીડિયા હવે સરકારનાં દબાણમા કામ કરી રહી છે.

રાજ ઠાકરેએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે પૈડમેન, ટોયલેટ એક પ્રેમકથા આ દરેક સરકાર સંબંધી જ ખબરો છે. અક્ષયકુમાર એક સારા અભિનેતા છે પરંતુ તેઓ ભારત-ભારત કરી રહ્યાં છે. તેઓ ભારતનાં નાગરિક પણ નથી. તેઓ મૂળ કેનેડિયન નાગરિક છે અને તેઓની પાસે હાલમાં પણ કેનેડિયન પાસપોર્ટ જ છે.

You might also like