જન્મદિવસ પર રાજ ઠાકરેએ કાપી ઓવૈસીના ફોટાવાળી કેક, AIMIM નારાજ

મુંબઇ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેના જન્મદિવસ પર મંગળવારે એઆઇએમઆઇએમ નેતા અસદુદ્દીન ઓવૈસીના ફોટાવાળી કેક કાપ્યા બાદ રાજકીય હંગામો શરૂ થઇ ગયો છે.

સેંટ્રલ મુંબઇના દાદર સ્થિત રાજ ઠાકરેના આવાસ ‘કૃષ્ણ કુંજ’માં સમર્થકોએ નેતાનું સ્વાગત કર્યું. તો બીજી તરફ કેટલાક સમર્થક ઓવૈસીના ફોટાવાળી કેકને લઇને આવ્યા હતા, જેને બધાએ સાથે મળીને કાપી. આ મામલે AIMIMના ધારાસભ્ય વારિસ પઠાણે કેક કાપવા વિરૂદ્ધ કાનૂની કાર્યવાહીની માંગણી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં ઓવૈસીએ એમ કહીને વિવાદ ઉભો કર્યો હતો કે તેમના ગળા પર ચાકૂ રાખવામાં આવશે તો પણ તે ‘ભારત માતા કી જય’ નહી બોલે. તેના પર રાજ ઠાકરેએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર આવી જાવ, હું તમારા ગાળા પર ચાકુ રાખીશ.

રાજ ઠાકરે લોકોનું ધ્યાન ખેંચવા માટે પહેલાં પણ આવી હરકત કરતાં રહ્યાં છે. ઉત્તર ભારતીયોને ટાર્ગેટ બનાવવા માટે વર્ષ 2008માં પણ તેમણે પોતાના જન્મદિવસ પર કેક પર ભૈયા લખાવ્યું હતું અને તેના પર ચાકૂ ચલાવ્યું હતું. આ દરમિયાન પણ મુદ્દા ખૂબ ચગ્યો હતો.

You might also like