એક એવું રહસ્યમય મંદિર જ્યાં મૂર્તિઓ કરે છે એક બીજી સાથે વાત

આપણા ભારત દેશમાં મંદિરોની કોઈ કમી નથી. કેટલાંક મંદિરો તો એટલાં વર્ષો જૂનાં છે કે જેની તમે કલ્પના પણ નહિ કરી શકો. મંદિર જેટલાં જૂનાં હોય છે, તેનાં રહસ્ય એટલાં જ ગહેરા.

દેશમાં કેટલાક મંદિરો તો ચમત્કારી પણ છે. ત્યાં થતા ચમત્કારોને વૈજ્ઞાનિક પણ આજ સુધી સમજી શક્યા નથી. આજે એવા જ એક ચમત્કારી અને રહસ્યમય મંદિર વિશે કહેવા જેઈ રહ્યા છીએ.

અહીં થતા ચમત્કારોને જોઈને લોકો વિચારમાં પડી જાય છે. આવો તમને જણાવીએ આ અદભુત મંદિર વિશે. રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરી. બિહારના બક્સર જિલ્લામાં આવેલું છે આ ચમત્કારી મંદિર. આ મંદિરને રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરીના નામથી ઓળખાય છે.

૪૦૦ વર્ષ જૂના આ મંદિરની સ્થાપના એક તાંત્રિકે કરી હતી. તાંત્રિકનું નામ હતું ભવાની મિશ્ર. ત્યારથી તેમનો જ વંશ આ મંદિરની જાળવણી કરતા આવે છે. કહેવાય છે કે આ મંદિર તંત્ર સાધના માટે પ્રસિદ્ધ છે.

અહીં આવેલ શ્રદ્ધાળુઓની બધી ઈચ્છા પૂરી થઇ જાય છે. લોકો મુજબ અહીં એક એવી ચમત્કારી ઘટના ઘટે છે જેને જોઈને લોકો હેરાન થઇ જાય છે. આ મંદિરની મૂર્તિઓ કરે છે એક બીજી સાથે વાતોઃ આ મંદિરની મૂર્તિઓ એક બીજી સાથે વાતો કરે છે. મંદિરમાંથી લોકોને વાત કરવાના અવાજો આવે છે.

આ અવાજોને સાંભળીને લાગે છે જેમ કે મૂર્તિઓ વાતો કરી રહી હોય. જે પણ અહીંથી અડધી રાત્રે પસાર થાય છે, તેને આ અવાજો સંભળાય છે. પહેલા લોકો આને પોતાનો વ્હેમ માનતા હતા. શોધખોળ કાર્ય બાદ વૈજ્ઞાનિકોએ કહ્યું કે અંદરથી આવતા અવાજો કોઈ વ્યક્તિના નથી. તેમનું માનવું છે કે અહીં કંઈક અજબ જરૂર છે.

વૈજ્ઞાનિકો મુજબ મંદિરની બનાવટ જ એવી છે જેનાથી નાના શબ્દો અહીં ફરે છે. તેથી દિવસમાં લોકો દ્વારા કરાયેલી વાતો, રાત્રે ગૂંજે છે. પરંતુ આ પણ તેમનો માત્ર અનુમાન છે. માન્યું કે આ વાતોનું સત્ય હોવાનું કોઈ પ્રમાણ નથી. લોકો કહે છે કે અહીંની દેવીઓ તાંત્રિક શક્તિઓને કારણે જાગૃત છે.

દેવી રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરીની મૂર્તિ સિવાય તારા માતા, બગલામુખી માતા, દત્તાત્રેય ભૈરવ, અન્નપૂર્ણા ભૈરવ, બટુક ભૈરવ, કાલ ભૈરવ અને માતંગી ભૈરવની મૂર્તિઓ પણ સ્થાપિત છે.

મૂર્તિઓનાં નામ – કાલી, ધૂમાવતિ, ત્રિપુર ભૈરવી, છિન્નમસ્તા, તારા, માતંગી, કમલા, ષોડશી, ભુવનેશ્વરી, ઉગ્ર તારા વગેરે. મહાવિદ્યાઓની મૂર્તિ સ્થાપિત હોવાને કારણે તાંત્રિકોને આ મંદિર પર અતૂટ વિશ્વાસ છે.•

You might also like