પાકિસ્તાનમાં તોડાઇ રહી છે રાજ કપૂરની ખાનદાની હવેલી

મુંબઇ : ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં શોમૈન રાજ કપૂરની પાકિસ્તાન ખાતેનાં ગરાસને તોડી પાડવા માટેની તૈયારીઓ થઇ રહી છે. હાલ ત્યાં શોપિંગ મોલ બનાવવા માટેની તૈયારી ચાલી રહી છે. પેશાવર ખાતે આવેલી આ હોટલની સંભાળની જવાબદારી ખેબર પખ્તુંવાહ પ્રાંતની સરકારની હતી. પરંતુ આ ઐતિહાસિક ઇમારતને સંભાળવાની કોઇ જ મંશા કરવામાં ન આવી. સ્થાનીક સમાચાર ધ ન્યૂઝનાં હવાલાથી એક અંગ્રેજી સમાચારપત્રે લખ્યું છે કે આ હવેલીમાં રાજ કપૂર અને કપૂર ખાનદાનનાં કેટલાય સભ્યોનો જન્મ થયો હતો. હવે હવેલીને તોડી પાડવા માટેની કવાયદ ચાલુ થઇ ગઇ છે. 98 વર્ષ જુની આ હવેલીને તોડી પાડવામાં આવી છે.

આ હવેલી પૃથ્વીરાજ કપૂરનાં પિતા અને રાજકપુરનાં દાદાજી દિવાન ભુવનેશ્વર કપૂરે 1918માં બનાવી હતી. આ બહુમાળી હવેલી છે જે પેશાવરનાં પ્રસિદ્ધ કિસ્સા ખ્વાની બજારની નજીક ઇક્કી મુવ્વર શહેરની નજીક આવેલી છે. મુળ રીતે છ માળની આ હવેલીમાં ઘણા રૂમ હતા. જેને હવે એક એક કરીને તોડવામાં આવી રહ્યા છે. શરૂઆતમાં સ્થાનિક સરકારે તેને ખરીદવા માટેની તૈયારી દ્શાવી હતી. જેથી સંગ્રહાલયમાં ફેરવવાની યોજાના હતી. જો કે કિંમત ઘણી વધારે હોવાનાં કારણે તે શક્ય નહોતું બન્યુ.ં

You might also like