નરેન્દ્ર મોદીની છાતી નહીં, પણ પેટ ૫૬ ઇંચનું થઈ ગયું છેઃ રાજ બબ્બર

નવી દિલ્હી: કોંગ્રેસ રાજ્ય સભા સાંસદ રાજ બબ્બરે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હવે ૫૬ ઇંચની છાતી રહી નથી પરંતુ પેટ થઈ ગયું છે. જે દેશની જનતાને જોવા મળી રહ્યું છે. તેમની િવદેશ મુલાકાતોથી દેશને કોઈ લાભ થતો નથી.

સાંસદ રાજ બબ્બર શ્રીનગરના પેમ્પોરમાં અાતંકવાદી હુમલા દરમિયાન ઘાયલ થયેલા હિરન ગામના જવાન સુમન શંકર શર્માના પરિવારજનોને મળ્યા હતા. પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે મોદી વિકાસનો વાયદો કરતાં ચૂંટણી જીતી ગયા. હકીકત શું છે અે દેશને જાણ થઈ ચૂકી છે.

એ જ હાલત સમાજવાદી પાર્ટીની છે. અંદર અંદરના ઝઘડા છૂપાવવા માટે સપા વિકાસનો ઢંઢેરો પીટે છે પરંતુ તેનાથી કોઈ લાભ થવાનો નથી. પ્રિયંકાને યુપીમાં પ્રોજેક્ટ કરવાના સવાલને ટાળતાં તેમણે કહ્યું કે અા અંગે તો વરિષ્ઠ નેતાઅો જ કહીં શકે. મોદીની વિદેશ મુલાકાતો અંગે કોમેન્ટ કરતાં રાજ બબ્બરે કહ્યું કે મોદીઅે ભલે ગુજરાતમાં ઝુલો ઝુલાવ્યો હોય કે પછી પાકિસ્તાનમાં કેરી ખાધી હોય પરંતુ દેશને એનએસજીમાં સામેલ ન કરાવી શક્યા.

તેમની મુલાકાતોથી દેશને કોઈ લાભ થયો નથી. સાતમા પગારપંચથી કર્મચારીઅો દુઃખી છે. ખેડૂતો પરેશાન છે. મોંઘવારી પહેલાં કોંગ્રેસે વધારી હતી તો જનતાઅે અેમને રસ્તો બતાવી દીધો. હવે ભાજપે મોંઘવારી બતાવી છે તો અમારા કરતાં વધુ સારો રસ્તો જનતા બતાવશે.

You might also like