ગુજરાતમાં વરસાદનું આગમન…! વલસાડ પંથકમાં વરસાદ, લોકોને મળી ગરમીથી રાહત

રાજ્યમાં હવામાન વિભાગે આગામી 72 કલાકમાં વરસાદની આગાહી કરી છે ત્યારે કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલી ગુજરાતની જનતાને આખરે રાહત મળી શકે છે. કારણ કે ગુજરાતના દક્ષિણ ભાગમાં વરસાદે દસ્તક દીધી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર નજીક આવેલા વલસાડમાં આજે વહેલી સવારે વરસાદનું આગમન થયું છે.

વલસાડ જિલ્લાના વાપી પંથકમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આમ ધોમધખતા તાપથી ત્રસ્ત થયેલા લોકોને વરસાદ પડવાથી આશિંક રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતો પણ રાહ જોઇને બેઠા છે કે કયારે વરસાદ આવે.

જોકે વરસાદની મીટ માંડીને બેઠેલા ખેડૂતોને પણ હવે વધુ રાહ જોવી નહીં પડે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે દસ્તક આપી છે. આમ 2 થી 5 દિવસમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે મુંબઇમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ઉલ્લેખનીય ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે કે 9મી જુનથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થશે. દક્ષિણથી ઉત્તરના પવનના કારણે વરસાદ પડે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

You might also like