રાજ્યમાં ફરી વરસાદી માહોલ: સુરત,નર્મદા,ભરૂચ, ભાવનગરમાં ધીમીધારે વરસાદ

છેલ્લા 10 દિવસથી વરસાદે રાજ્યમાં વિરામ લીધો છે. હવે રાજ્યભરમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. જેને લઇને સુરત, નર્મદા, ભરૂચ અને આણંદમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ છે.

જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. આમ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું ફરી આગમન થતાં જગતના તાતમાં ખુશીની લહેર જોવા મળી છે. રાજ્યમાં કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. ત્યારે ફરી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં આશાનું કિરણ જોવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસું સરેરાશ કરતાં ઓછું છે. દેશના અડધાથી વધુ વિસ્તારમાં વાવેતર પણ થયું નથી. વાવેતર ન થવાના કારણે દેશમાં અનાજની ઘટ પડે તેવી શક્યતા ઉભી થઇ છે. ગઇકાલે સ્કાયમેટે આગાહી કરી હતી કે હાલમાં સમુદ્રમાં કોઇ જ સિસ્ટમ સક્રીય નથી.

You might also like