કર્ણાટક ચૂંટણીઃ મતદાન પહેલાં બેંગલુરૂમાં ભારે વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

કર્ણાટકઃ વિધાનસભા ચૂંટણીનાં એક દિવસ પહેલાં રાજ્યમાં હવામાને કંઇક નવું જ સ્વરૂપ ધારણ કર્યું છે. શુક્રવારનાં રોજ બેંગલુરૂનાં ચર્ચ સ્ટ્રીટ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઇ ગયો. અહીં રસ્તાઓ પર પાણી ભરાઇ ગયાં કે જેને લઇને ભારે ટ્રાફિક સમસ્યા સર્જાઇ ગઇ.

શનિવારનાં રોજ કર્ણાટકમાં વિધાનસભાને માટે મતદાન થવાનું છે. હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ રાજ્યમાં મતદાનવાળા દિવસે વરસાદ થવાની શક્યતા છે. જો આવું થશે તો મતદાન પર પણ તેની અસર પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે શુક્રવારનાં રોજ બપોરે એવું જણાવ્યું કે દક્ષિણ કર્ણાટકનાં કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે અને ઉત્તરી કર્ણાટકમાં હવામાન સામાન્ય રહી શકે છે. ત્યાં જ રાજધાની બેંગલુરૂમાં પણ ભારે વરસાદ થઇ શકે છે.

આ પહેલાં પણ તેજ આંધી તોફાન અને વરસાદને કારણે ઉત્તર ભારતમાં સેંકડો મોત થઇ ચૂકેલ છે. 2મેંનાં રોજ ભારે વરસાદને લઇને 100થી વધારે લોકો મૃત્યુ પામ્યાં હતાં. તેનાં સપ્તાહ બાદ વાતાવરણે ફરી રંગ બદલ્યો છે.

You might also like