રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 જિલ્લાઓના 86 તાલુકામાં વરસાદ, તાપીમાં ધોધમાર વરસાદ

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં પ્રમાણસર વરસાદ પડયો. 21 જિલ્લાના 86 તાલુકામાં પ્રમાણસર વરસાદ નોંધાયો. તો તાપીના સોનગઢમાં સૌથી વધુ નવ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગના વઘઈમાં 7 ઈંચ, નર્મદાના સાગબારામાં 6 ઈંચ, કપરાડા, વાંસદા, વ્યારા અને ડોલવણમાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. મેઘસવારીએ રમઝટ બોલાવતા નદી નાળા છલકાયા ગયા હતા. રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી હતી. આ તરફ તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ મનમુકીને વરસતા નદીના પાણી શહેરમાં ઘુસ્યા ગયા હતા.

શહેરના અનેક નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાં પણ પૂરની સ્થિતિ સામે આવી હતી. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર શહેરમાં મોડીરાત્રે વરસાદ પડ્યો હતો. ભાવનગરને પાણી પુરુ પાડતા બોરતળાવની સપાટીમાં 10 ફૂટનોવધારો જોવા મળ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં વરસાદે માજા મૂકી અને વરસાદ મન મૂકીને વરસ્યો હતો. તાપી જિલ્લાના સોનગઠ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે નદીના પાણી શહેરમાં ઘૂસ્યા હતા. નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાં પણ પૂરની સ્થિતિ સામે આવી હતી.

બીજી તરફ, ડાંગ જિલ્લામાં વરસાદની ભારે બેશટગ જોવા મળી. વઘઈ, આહવા અને સાપુતારામાં ભારે વરસાદ નોંધાતા સાપુતારા આવતા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો.

ડાંગ જિલ્લામાં વરસાદની ભારે બેટિંગ જોવા મળી છે. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ડાંગના વઘઈમાં સૌથી વધુ 6.72 ઈંચ વરસાદ વરસ્યો છે. તો આહવા અને સાપુતારામાં 1.6 ઈંચ વરસાદ નોંધાયો. આહવા, વઘઈ, સાપુતારા સહિતના વિસ્તારોમાં વરસાદના પગલે સાપુતારા આવતા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો.

ડાંગમાં ધોધમાર વરસાદના પગલે કોઝવે પર પાણી ફરી વળ્યું. નીંચાણવાળા વિસ્તારમાં આવેલા 16 જેટલાં કો{વે પાણીમાં ગરકાવ થયા છે. બીજી તરફ, અનેક ગામડાં સંપર્ક વિહોણા બન્યા છે.

You might also like