રાજ્યમાં મેઘમહેર યથાવત્, 30 જિલ્લાઓના 157 તાલુકામાં વરસાદ

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30 જિલ્લાઓમાં 157 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ગીર સોમનાથના કોડીનારમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં મૌસમનો કુલ વરસાદ 28.87 ટકા થયો છે.

જ્યારે તાલુકામાં 1000 એમએમ વરસાદ થયો છે. જેમાં ધનસુરામાં 2, મેઘરજ 3, જેતપુરપાવી 2, ફતેહપુરા 4, જામકંડોરાણા 4, જસદણ 9, લોધિકા 7, રાજકોટ 6, ઉપલેટા 4, ટંકારામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.

હવે હવામાન વિભાગ દ્વારા રાજ્યમા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 15 અને 16 જુલાઈના રોજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે જ આગામી 24 કલાક સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશરના કારણે સિસ્ટમ સક્રિય થતા માછીમારોને પણ માછીમારીને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

ઊના તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શુક્રવાર મોડી રાતથી તાલુકામાં ધોધમાર વરસાદ આવતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે દરિયામાં ભરતી ન હોવાથી પાલડી ગામમાં પણ પામી ઘુસ્યા છે. રસ્તા પર પાણી ભરાવવાના કારણે સ્થાનિકો પરેશાન થયા છે.

નવસારીમાં અમાસને પગલે દરિયામાં ભરતી આવી હતી. એક તરફ વરસાદ અને બીજી તરફ ભરતી આવતા દરિયાઈ વિસ્તારની આસપાસના ગામોમાં પાણી ઘૂસ્યું હતું. દરિયાનું તોફાની પાણી ગામમાં ઘૂસતા લોકો પરેશાન થયા હતા. થોડી જ વારમાં આ દરિયાઈ પાણી આખા ગામમાં ફરી વળ્યા હતા. જ્યારે નજીકમાં જ સ્કૂલ હોવાથી બાળકોને સ્કૂલમાં જવાની પણ તકલીફ ઊભી થઈ છે. ગ્રામજનોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન ગામમાં આવી પરિસ્થિતિ ઊભી થાય છે.

You might also like