વરસાદને લઇ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, જાણો શું કહ્યું?

અમદાવાદઃ પરંપરાગત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઇ વિશેષ આગાહી કરવામાં આવી છે. તેમણે એવી આગાહી કરી હતી કે, 7થી 9 જૂન સુધી મુંબઇમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. મુંબઇમાં કોંકણ પટ્ટીમાં અતિથી અતિ ભારે વરસાદ થશે. દરિયો તોફાની બનશે તેમજ દરિયાઇ ઉંચા મોજા ઉછળશે.

ગુજરાતમાં 10થી 12 જૂન સુધી વરસાદી ઝાપટાં પડશે. 14થી 20 જૂન દરમ્યાન પણ ગુજરાતમાં વરસાદ પડશે. ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતનાં વિસ્તારમાં વરસાદ થશે. 14થી 16 જૂન સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વાતાવરણ પલટાશે.

તેઓએ આગાહી કરતાં જણાવ્યું કે મુંબઈમાં વરસાદ બાદ ગુજરાતમાં ચોમાસુ ધીરે-ધીરે આગળ વધશે પરંતુ હજી ચોમાસાને વાર છે. જો કે તાજેતરમાં જ જે વિસ્તારમાં વરસાદ પડ્યો તે પ્રિ-મોનસુન વરસાદ છે. જેથી હવે 7 તારીખથી લઇને 16 તારીખ સુધીમાં વરસાદ પડશે.

You might also like