લાંબી રાહ જોવડાવ્યા બાદ અમદાવાદમાં વરસાદની થઈ એન્ટ્રી

અમદાવાદ: અંતે અમદાવાદ પર મેઘરાજા વરસ્યા છે. શહેરમા ગાજવીજ સાથે વરસાદની પધરામણી થઇ ચૂકી છે. વહેલી સવાર ધોધમાર વરસાદ ખાબકતા ઠંડક પ્રસરી ગઈ છે. ગરમીથી લોકો રાહત અનુભવી રહ્યા છે. અમદાવાદીઓમાં ખુશીનો મહોલ સર્જાયો છે.

મહત્વનું છે કે રાજ્યના અનેક વિસ્તારમાં મોડી રાતથીજ વરસાદ શરૂ થયો છે. પૂર્વ વિસ્તારથી વરસાદની શરૂઆત થઈ હતી. રામોલ, વટવા સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે મેઘ મ્હેર થઇ હતી.

જ્યારે પશ્ચિમ વિસ્તારમાં પણ સારો વરસાદ પડ્યો છે. મણિનગરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો કેટલીક જગ્યાઓ પર વીજ પુરવઠો ઠપ થયો હતો.

રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ રહ્યું છે. ત્યારે ગઇકાલે સુરત, વાપી, વલસાડ, વડોદરા સહીત અનેક જીલ્લાઓમાં સારો વરસાદ થયો હતો. આજે પણ વલસાડ, નવસારી, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી દર્શાવાય રહી છે. સાથો સાથ આવતીકાલથી વાવણીલાયક વરસાદની સંભાવના છે.

You might also like