યુવાનોમાં વધ્યો રેઇનબો હેર કલરનો ટ્રેન્ડ

બદલાતાં સમય સાથે હવે યુવાનો પણ નિતનવી ફેશન કરતાં થયાં છે. એટલે કે પહેલાં વાળમાં એક જ કલર કરતા યુવાનો આજ કાલ વાળ રેઇનબો કલરથી રંગતા થયાં છે. યુવાનોમાં અલગ-અલગ કલરથી વાળને કલર કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.

સામાન્ય રીતે યુવાનો પહેલાં વાળમાં ડાર્ક બ્રાઉન, બરગંડી, બ્લેક જેવાં કલરનો ઉપયોગ વધુ કરતાં હતાં ને બાદમાં ગોલ્ડન કલરનો ક્રેઝ યુવાનોમાં વધુ જોવા મળતો. જ્યારે આજ કાલ યુવાનો રેઇનબો કલર કરતાં થયાં છે.

રેડ, પર્પલ, યલો, પેરટ ગ્રીન, ઓરેન્જ અને બ્લૂ કલરથી વાળમાં રેઇનબો બનાવવાનો શોખ યુવાનોમાં જોવા મળે છે. પહેલાં યુવાનો બધા જ હેરમાં એક કલર કરતાં અને હવે વાળનાં સરખા સાત ભાગ પાડીને અલગ-અલગ કલર કરતાં જોવાં મળે છે. ખાસ કરીને પાર્ટી, પિકનિક વેડિંગ ફંકશનમાં આ ટ્રેન્ડ વધારે જોવાં મળે છે.

આ ઉપરાંત હિડન રેઇનબોનો ટ્રેન્ડ પણ યુવાનોને વધુ આકર્ષે છે. હિડન રેઇનબોમાં યુવાનો બધા વાળમાં કલર નથી કરતાં પણ માત્ર વાળની નીચેનાં ભાગમાં કલર કરે છે, જે રેઇનબો કલર હોય છે. આ સંદર્ભે વાત કરતાં મનીષ્કા પાર્લરનાં સમીરાબહેન કહે છે કે,”અમારે ત્યાં રેઇનબો કલર માટે ઘણાં યુવાનો આવે છે. હાલમાં વેડિંગ સિઝન છે માટે યુવાનો પોતાનો શોખ પૂરો કરી રહ્યાં છે.

રેઇનબો કલરમાં વાળમાં અલગ-અલગ કલર કરવામાં આવે છે કે જે ટેમ્પરરી અને પરમેનન્ટ હોય છે. મોટા ભાગે યુવાનો ટેમ્પરરી રેઇનબો કલર કરે છે. જેનાં તેઓ રૂ.૭૫૦થી લઇને રૂ.૨૦૦૦ ચૂકવે છે. જે વાળમાં એક વીક કે દસ દિવસ રહે છે.”

કૃપા બારોટ આ વિશે જણાવતા કહે છે કે,”મારા હેર હંમેશાં કલરવાળા જ હોય છે. મને હેરમાં જુદા-જુદા કલર કરવાનો શોખ છે. મેં અત્યાર સુધીમાં બ્રાઉન, ડાર્ક બ્રાઉન, ગોલ્ડન, બરગંડી જેવા કલર કર્યા છે.

રેઇનબો કલર વિશે ખબર છે પરંતુ અત્યાર સુધી ક્યારેય આ કલર કર્યો નથી. ડિસેમ્બરમાં મારા કઝિનનાં મેરેજ છે, તે સમયે હું હિડન રેઇનબો કલર કરાવવાની છું. જ્યારે દીપ્તિ જોષી કહે છે કે,”દિવાળીમાં અમે ફ્રેન્ડ્સ ભેગાં મળીને પિકનિક પર ગયાં હતાં તે સમયે મેં રેઇનબો કલર કર્યો હતો. જેનાંથી મારા હેર એકદમ કલરફુલ લાગતાં હતાં. જે મારી બધી ફ્રેન્ડ્સને ખૂબ ગમ્યાં હતાં.”

આ સંદર્ભે કેતન પરીખ જણાવે છે કે,”આજનાં યુવાનો હેર કલરનાં દીવાના છે. હું પણ મારા વાળને કલર કરાવું છું. પહેલાં માત્ર ગોલ્ડન કલર જ કરતો હતો પરંતુ હવે દરેક પ્રકારનાં કલર કરું છું.

અમારા ફ્રેન્ડસ સર્કલમાં હાલ રેઇનબો કલર ઘણો હોટ ફેવરિટ છે.” હિડન રેઇનબો હેરકલર પહેલાં માત્ર વિદેશમાં જ થતો હતો ને હવે આપણે ત્યાં પણ હાઈપ્રોફાઇલ ઘરનાં યુવાનો હિડન રેઇનબો કલર કરતાં થયાં છે. આ કલરનો યુવાનોમાં ભારે ટ્રેન્ડ જોવા મળે છે.

You might also like