સિડની ટેસ્ટનો ચોથો દિવસ વરસાદના કારણે ધોવાયો

સિડની : વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચનો ચોથો દિવસ વરસાદના કારણે ધોવાઇ ગયો છે. જેના કારણે વેસ્ટ ઇન્ડિઝને 3-0થી વ્હાઇટવોશ આપવાનું ઓસ્ટ્રેલિયાની આશા પર પાણી ફરી વળ્યું છે. બુધવારે એક પણ બોલ ન નંખાતા ટેસ્ટ મેચ ડ્રો જાય તેવી પૂરી શકયતા જોવા મળી રહી છે.

ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદ પડ્યો ત્યારે 75 ઓવર સુધીની રમત શક્ય બની હતી. જ્યારે બીજા દિવસે તેનાથી પણ ખરાબ રહ્યો હતો જેમાં 11.2 ઓવર જ રમાઇ હતી. ત્યારબાદ ત્રીજા અને ચોથા દિવસે થઇ રહેલા સતત વરસાદના કારણે ખેલાડીઓ મેદાન પર આવી શક્યા જ નહોતા. જેના કારણે ટેસ્ટ મેચ ડ્રો થશે તેમ લાગી રહ્યું છે. મેચમાં અત્યાર સુધી વેસ્ટ ઇન્ડિઝની ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં સાત વિકેટે 248 રન બનાવ્યા છે. વિન્ડીઝ તરફથી ઓપનર બેટસમેન ક્રેગ બ્રેથવેટએ સૌથી વધુ 85 રન જ્યારે કાર્લોસ બ્રેથવટએ 69 અને ડેરન બ્રાવોએ 33 રન બનાવ્યા હતા. હાલમાં દિનેશ રામદીન 30 અને કેમર કોચ 0 રને રમતમાં છે.

You might also like