વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, જાણો ક્યારે થશે ગુજરાતમાં આગમન?

ગુજરાતઃ વરસાદને લઇને હવામાન વિભાગે જોરદાર આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા જ ણાવવામાં આવ્યું છે કે, 9 જૂને ગુજરાતમાં વરસાદનું આગમન થશે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં 9 જૂને વરસાદ પડી શકે છે. ભાવનગર, સૌરાષ્ટ્ર, નવસારી અને સુરતમાં વરસાદ પડી શકે છે.

મેઘરાજાનાં આગમન મામલે હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરાઇ છે કે જેમાં અરબી સમુદ્રમાં સીસ્ટમ સક્રિય થતાં 9 જૂનથી મેઘરાજાનું આગમન થશે. જેમાં ભાવનગર, સૌરાષ્ટ્ર, નવસારી, સુરત અને ભરૂચમાં છુટા છવાયા વરસાદની આગાહી કરાઇ છે. જેથી હવે લોકોને ગરમીથી રાહત થશે અને સક્રિય થયેલ સીસ્ટમનાં કારણે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ પણ રહેશે.

મહત્વનું છે કે આજનાં મંગળવારનાં રોજ ગઢડા સહિતનાં નજીકનાં ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ થયો. બોટાદમાં બપોર બાદ ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદનાં કારણે વાતાવરણમાં પણ સારી એવી ઠંડક પ્રસરી ગઇ છે.

તેમજ રાજકોટનાં ગોંડલ પંથકમાં એકાએક જ વાતાવરણમાં પલ્ટો આવી ગયો છે. જેમાં ગોંડલ પંથકનાં ચોરડી ગામે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. તેમજ ગોંડલની આસપાસનાં વિસ્તારોમાં પણ આજે સારો એવો વરસાદ થયો છે. ભારે પવન અને ગાજવીજ સાથે ગોંડલ પંથકમાં વરસાદની શરૂઆત થઇ છે.

ઉલ્લેખનીય છે કે ગઇ કાલનાં રોજ મુંબઇમાં પણ સારો એવો વરસાદ પડ્યો હતો કે જેમાં અનેક વૃક્ષો ધરાશાયી થયાં હતાં તેમજ વાહનવ્યવહારની સમસ્યા પણ ભારે ખોરવાઇ ગઇ હતી. તેમજ ચારે બાજુ જળબંબાકાર થઇ ગયું હતું અને એમાંય ખાસ કરીને મલબારહિલ વિસ્તારમાં તો ભારે એવો વરસાદ પડ્યો હતો જેને લઇને અગત્યની વાત તો એ છે કે હવે ધીરે-ધીરે ગુજરાત તરફ પણ વરસાદનું ધમાકેદાર આગમન થવા જઇ રહ્યું છે.

You might also like