વરસાદ ખેંચાતા મગના ભાવ ૧૧૦ને પાર

અમદાવાદ: ગુજરાત સહિત રાજસ્થાનમાં વરસાદ એકથી ત્રણ સપ્તાહ મોડો ચાલી રહ્યો છે ત્યારે વરસાદ ખેંચાતા ફરી એક વખત ચણા, મગ જેવી એગ્રી કોમોડિટીના ભાવમાં ફરી એક વખત ઉછાળો જોવા મળ્યો છે. મગના ભાવ રૂ. ૧૦૦ની સપાટી વટાવીને ૧૧૦ની સપાટીએ પહોંચી ગયા છે.

ઉલ્લેખનીય છે કે પાછલાં વર્ષે આ જ સમયગાળામાં મગના ભાવ ૬૦થી ૭૦ રૂપિયે પ્રતિકિલોની સપાટીએ જોવા મળી રહ્યા હતા. સ્થાનિક માધુપુરા બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે વરસાદ ખેંચાતા વિવિધ કઠોળની આવક મોડી આવે તેવા એંધાણ વચ્ચે તથા બજારમાં માગની સામે અપૂરતા સ્ટોકની અસરથી ચણા, મગના ભાવમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી છે.

નબળી ક્વોલિટીના મગના રૂ. ૮૦થી ૯૦વિવિધ કઠોળના ભાવની સાથે મગના ભાવ પણ વધી રહ્યા છે. મગના એ ક્વોલિટીના ભાવ રૂ. ૧૦૦ની સપાટી પાર કરી રહ્યા છે ત્યારે ઝીણી ક્વોલિટીવાળા મગના ભાવ નીચા જોવા મળી રહ્યા છે. સ્થાનિક બજારમાં

You might also like