સુરત, નવસારીમાં મેઘમહેર, જુજ અને કેલીયા ડેમ ઓવરફ્લો

સુરત: સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા કેટલાય દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વહેલી સવારથી સમગ્ર સુરત જિલ્લામાં વરસાદે ફરી એકવાર આગમન કર્યું હતું. વહેલી સવારથી જ વરસાદનું આગમન થતા સુરતના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરતના જુદા જુદા વિસ્તારોમાં 5 એમએમ થી 15 એમએમ જેટલો વરસાદ વરસ્યો છે. તેમજ બપોર બાદ પણ ધીમી ધારે વરસાદ ચાલું રહ્યો હતો.

નવસારીમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેથી ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. તો વહેલી સવારથી વરસાદ વરસતા વિદ્યાર્થીઓ અને નોકરીએ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. જો કે, સવારથી અત્યાર સુધી નોંધવામાં વરસાદ આકડા પર નજર કરવામાં આવે તો નવસારીમાં 32 મિમી, જલાલપોરમાં 27 મિમી, ગણદેવીમાં 54 મિમી, ચીખલીમાં 51 મિમી, વાંસદામાં 35 મિમી, ખરેગામમાં 22 મિમી વરસાદ નોંધાયો છે. તો જિલ્લાના ઉપરવાલમાં ભારે વરસાદના કારણે વાસંદા તાલુકાના જુજ અને કેલીયા ડેમ ઓવરફ્લો થયા છે. જેથી 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે
કયાં કેટલો વરસાદ?
નવસારી – 32 મિમી
જલાલપોર – 27 મિમી
ગણદેવી – 54 મિમી
ચીખલી – 51 મિમી
વાંસદા- 35 મિમી
ખરેગામ- 22 મિમી

You might also like