Categories: Gujarat

દક્ષિણ ગુજરાત, અમરેલી, વડોદરા અને અમદાવાદમાં વરસાદ, લોકોને ગરમીમાંથી મેળવ્યો છુટકરો

અમદવાદ: છેલ્લા એક અઠવાડિયાથી હાથ તાળી આપીને જતા રહેલા વરસાદે ફરી એન્ટ્રી મારી છે. અમદાવાદ શહેરમાં મોડી રાત્રીથી જ ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. ઝરમર ઝરમર વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ થતા શહેરીજનોએ ગરમીમાં રાહત મળી છે. આજે બપોર બાદ અમદાવાદ શહેરના કેટલાક ભાગોમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. જેમાં બોડકદેવ, એસ.જી. હાઇવે સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપડાં પડ્યા હતા.

દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે. જેમાં છેલ્લા એક અઠવાડીયાથી નર્મદા જિલ્લામાં વરસાદે હાથ તાળી આપતાં ખેડૂતો ચિન્તાતુર બન્યા હતા. પરંતુ ગઇકાલ રાતથી વરસાદ વરસતાં ખેડુતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ત્યારે ગઈ કાલ રાત્રી થી વરસેલા વરસાદના આંકડા પાર નજર કરીયે તો નાંદોદમાં 1.5 ઇંચ, ડેડીયાપાડામાં 1 ઇંચ, સાગબારામાં 1.5 ઇંચ, ગરુડેશ્વરમાં 1 ઇંચ તથા તિલકવાડામાં 1 ઇંચ વરસાદ પડયો હતો.

અમદાવાદ
અમદાવાદ શહેરમાં મોડી રાત્રીથી જ ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. ઝરમર ઝરમર વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ થતા શહેરીજનોએ ગરમીમાં રાહત મળી છે. વરસાદ સવારે પણ ઝરમર ઝરમર ચાલુ રહેતા વાહન ચાલકોને થોડી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ગરમીમાં રાહત થતા લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

વડોદરા
વડોદરા જીલ્લામાં પણ મોડી રાતથી મેઘરાજાએ કૃપા વરસાવી હતી. સમગ્ર વડોદરા જીલ્લામાં મોડી રાતથી વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા પાંચ-છ દિવસથી વરસાદે વિરામ લેતા ચોમાસામાં પણ ઉનાળાનો અનુભવ થઈ રહ્યો હતો. જોકે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે.

અમરેલી
આ બાજુ અમરેલી જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદ પડતા ખેડૂતોમાં વરસાદની આશા બંધાણી. સમગ્ર જીલ્લામાં વરસાદે વિરામ લેતા કેડૂતો ચિંતિંત બન્યા હતા, પરંતુ મોડી રાતથી વરસાદે અમી છાંટણા કરતા ફરી ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે અને આશા બંધાઈ કે મેઘરાજા ફરી કૃપા દ્રષ્ટી કરી પાકને નુકશાન થતું બચાવશે.

દક્ષિણ ગુજરાત વરસાદનું આગમન
નાંદોદ 1.5 ઇંચ
ડેડીયાપાડા 1 ઇંચ
સાગબારા 1.5 ઇંચ
ગરુડેશ્વર 1 ઇંચ
તિલકવાડા 1 ઇંચ

admin

Recent Posts

ચીનને પણ સબક શીખવવાનો સમય પાકી ગયો છે

ચીને ભારતીય હિત અને આંતરરાષ્ટ્રીય જનમતની વિરુદ્ધ જઇને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૂત્રધાર મસૂદ અઝહરને ચોથી વખત બચાવીને પુરવાર…

2 days ago

હિંદી સિનેમાનો 106 વર્ષનો ઈતિહાસ બરબાદ થયોઃ 31 હજાર ફિલ્મની ઓરિજિનલ રીલ નષ્ટ થઈ

(એજન્સી)મુંબઇ: નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા (એનએફએઆઇ)ને લઇને કેગે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ મુજબ એનએફએઆઇએ લગભગ ૩૧…

2 days ago

ડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટયાં છે પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારે…

2 days ago

બાળકોને હિંદી-અંગ્રેજી શીખવવા માટે ગૂગલે લોન્ચ કરી બોલો એપ

(એજન્સી)નવી દિલ્હી: ગૂગલે થોડા દિવસ પહેલાં નવી એપ બોલો લોન્ચ કરી છે. આ એપ પ્રાથમિક વિદ્યાલયોનાં બાળકોને હિંદી અને અંગ્રેજી…

2 days ago

એર સ્પેસ બંધ હોવાથી ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપની યજમાની ગુમાવી

(એજન્સી) નવી દિલ્હી: બાલાકોટ હવાઈ હુમલા બાદ પાકિસ્તાનનો એર સ્પેસ બંધ હોવાના કારણે ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપ…

2 days ago

હવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય

(એજન્સી)નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં રેલવેમાં પ્રવાસ કરતા યાત્રીઓને ટ્રેન મોડી પડવાની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. તેનું કારણ એ…

2 days ago