સાબરકાંઠાના તલોદમાં વરસાદ, ખેડૂતોમાં પાકમાં નુકશાનની ભીતિ

રાજ્યભરની સાથે સાથે સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ અચાનક પલટો આવી ગયો છે. સાબરકાંઠા જિલ્લાના તલોદમાં હળવા વરસાદી છાંટા પડ્યા હતા. જેના કારણે વાતાવરણ ઠંડુ બની ગયું હતું.

જો કે આ કમોસમી વરસાદી છાંટાના કારણે જગતનો તાત ચિંતામાં મૂકાઈ ગયો છે. વાતાવરણના પલટાથી અને કમોસમી વરસાદના કારણે ખેડૂતો વાવેલા પાકને લઈને ચિંતામાં મૂકાયા છે. વરિયાળી અને રાજગરાના પાકને નુકશાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે.

બંગાળની ખાડીમાં થયેલ પરિવર્તનના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જો કે આ વાતાવરણ કેટલા દિવસ સુધી રહેશે તે અંગે હવામાન વિભાગે કોઈ માહિતી આપી નથી.

You might also like