કૃપયા યાત્રીગણ ધ્યાન દે…!!! રાજસ્થાનમાં ભારે વરસાદના લીધે ટ્રેનોના રૂટ બદલાયા

પાલનપુર: આજે રાજસ્થાનમાં વધુ વરસાદ થવાને પગલે પાલનપુર રેલ્વે સ્ટેશન પર જોધપુરથી આવતી તમામ ટ્રેનો ચાર થી પાંચ કલાક મોડી દોડી રહી હોવાથી મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી હતી. ટ્રેનો મોડી પડતાં અને રૂટમાં ફેરફાર થતાં મુસાફરો પ્લેટફોર્મ પર ભારે રઝળપાટ કરવી પડી હતી.

રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે લુણી નદીમાં પુર આવના લીધે રેલ્વે ટ્રેક ધોવાઇ ગયા હતા. જેથી આજ સવારથી જ રેલ્વે રૂટ બદલવામાં આવ્યા હતા. તેમજ રાજસ્થાનના પાલી રેલ્વે જંકસનમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે જોધપુરથી આવતી વિવેક એક્ષપ્રેસ,જમ્મુતવી એક્ષપ્રેસ, સુર્યનગરી એક્ષપ્રેસ, અને રાણકપુર એક્સપ્રેસના રેલ્વે ટ્રેકના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.

જોધપુર થી વાયા ભીલડી થઇ પાલનપુર રૂટ નક્કી કરવામાં આવ્યો છે. જેના લીધે રેલ્વે મુસાફરોને કલાકો સુધી રેલ્વે ની રાહ જોઇને બેસી રહેવું પડ્યું હતું. નક્કી કરેલા રેલ્વે ટ્રેનના નિયત સમય કરતા ચાર થી પાંચ કલાક સુધી પાલનપુર રેલ્વે સ્ટેશન ટ્રેન મોડી પડતા રેલવે મુસાફરો અટવાઈ પડ્યા હતા.

પાલનપુર રેલ્વે સ્ટેશન ના સ્ટેશન પ્રબંંધક આર.ડી.ભૈરવા એ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં ભારે વરસાદને લીધે પાલી રેલ્વે જંકશન પર પાણી ભરાઈ જવાના કારણે રેલ્વે માર્ગોના રૂટ બદલવામાં આવ્યા હતા જેથી રેલ્વે ના સમયમાં ફેરફાર થવા પામ્યો છે.તેમજ 32 થી વધુ ટ્રેનો વરસાદી પાણીને પગલે અસર થવા પામી છે. જો કે હાલમાં તમામ ટ્રેનોને વાયા ધાનેરા ભીલડી રેલવે થઇ પાલનપુર દોડાવાઈ રહી છે જેના પગલે ટ્રેનો લેટ થઇ રહી છે.

You might also like