કચ્છમાં ઝરમર વરસાદ વરસ્યો

અમદાવાદ: રાજ્યમાંથી શિયાળો વિદાય થઈ રહ્યો છે ત્યારે કચ્છમાં અાજે હવામાનમાં એકાએક પલટો અાવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો. સ્થાનિક હવામાન વિભાગની કચેરીએ તો રાબેતા મુજબ રાજ્યભરમાં સુકા હવામાનનો વરતારો હોઇ ગુજરાતમાં દ‌િક્ષણથી દ‌િક્ષણ પૂર્વ દિશાના પવન ફુંકાતા હોય તેવા વાતાવરણમાં ઝરમ‌રિયો વરસાદ વરસ્યો હતો. કચ્છનું ઐતિહાસિક નારાયણ સરોવર પણ ઝરમરિયા વરસાદથી બાકાત રહ્યું નહોતું. કચ્છમાં પણ સવારે અને સાંજે ઠંડી અને દિવસના સમયમાં સહેજ ગરમી એમ બેવડી ઋતુ અનુભવતા લોકોને આજે કુદરતી ત્રીજી ચોમાસાની ઋતુ રહી જતી હોય તેમ વરસાદ વરસાવીને ચોતરફ આશ્ચર્ય ફેલાવ્યું હતું.

જોકે અમદાવાદી માટે આજનો દિવસ પણ અન્ય દિવસોની જેમ રાબેતા મુજબ ઠંડી અને ગરમીની અહેસાસ કરાવનારો નીવડયો છે. શહેરમાં ગઇ કાલે ગરમીનો પારો છેક ૩૪.ર ડિગ્રી સેલ્સિયસે જઇને અટકયો હતો કે જે સામાન્ય મહત્તમ તાપમાન કરતાં પાંચ ડિગ્રી વધુ હતું. આજના સવારનું લઘુતમ તાપમાન ૧૭.ર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું કે જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધુ હોઇ શહેરીજનો માટે સવાર ફરીથી ખુશનુમા નીવડી હતી. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ ચાર દિવસ શહેરમાં મિશ્ર તાપમાન રહેશે તેવી આગાહી કરાઇ છે. આની સાથે સાથે રાજ્યના
અન્ય સ્થળોએ વરસાદની શકયતાને પણ હવામાન વિભાગે ફગાવી દીધી છે.
http://sambhaavnews.com/

You might also like