ગુજરાતના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ઉભા પાકને નુકસાન થતાં ખેડૂતોમાં ચિંતા

ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં હજુ બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ થયેલા કમેસમી વરદાસથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે. રાજ્યના ખેડૂતોમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્રના અમરેલી સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો હતો.

ગુજરાતના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ઉભા પાકને નુકસાન થતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. ગુજરાત પર સર્યાજાયેલા અપર એર સાયકલોનિક સર્કયુલેશ અને હિમાલય પર્વતમાળામાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રવિવારે રાજ્યના સૌરાષ્ટ્રના અનેક ભાગમાં કમોસમી વરસાદ પડ્યો.

આ તરફ ડાંગ જિલ્લાના કાલીબેલ અને સરવર ગામ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો છે. બીજી તરફ અમરેલી જિલ્લામાં ખીસા, મોણવેલ, ભાડે સહિતના ગામોમાં વરસાદ પડયો છે. રાજ્યના બનાસકાંઠા જિલ્લાના અમરીગઢ, ઈકબાલગઢ સહિતના વિસ્તારોમાં છાંટા પડયા હતા. જામ ખંભાળીયાના ભણખોખરી,ભાણવારી,મોટી ખોખરી સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ થયો કમોસમી વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

જેમાં અમરેલી, રાજકોટ અને જામનગર જિલ્લાના કેટલ વિસ્તારોમાં વરસાદ પડ્યો. જ્યારે ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં માવઠાનો માહોલસર્જાયો. રાજ્યમાં છેલ્લા બે દિવસથી અસહ્ય ઉકળાટના કારણે ગરમીમાં વધારો થયો હતો.

You might also like