દિલ્હી-NCRમાં વરસાદનું આગમન, ગરમીમાંથી મળ્યો છુટકારો

નવી દિલ્હી: દિલ્હીમાં સોમવારની સવારે ભલે ગરમ અને ઉકળાટભરી રહી હોય પરંતુ બપોર બાદ ઝમાઝમ વરસાદથી વાતાવરણ રંગીન આહલાદક બનીગયું. હવામાન વિભાગે સાંજે અને રાત્રે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ છાંટા પડશે તેવું અનુમાન લગાવ્યું છે.
.
દિલ્હીના મોટાભાગના વિસ્તારો સહિત રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર, ગુડગાંવ, માનેસર, ગ્રેટર નોઇડા, બુલંદશહેર, ફરીદાબાદ, નૂહ, મેરઠ, ગાજિયાબાદ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્ય વરસાદ ખાબક્યો હતો. વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે.

હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘સોમવારે ન્યૂનતમ તાપમાન 30.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું. આ સિઝનના તાપમાનથી બે ડિગ્રી ઉપર હતું. સવારે આડા આઠ વાગ્યા સુધી હવામાં ભેજનું સ્તર 53 ટકા નોંધવામાં આવ્યું છે.

દિલ્હી-એનસીઆરમાં અચાનક વાતાવરણે પલટો લીધો છે. ભારે આંધી સાથે વરસાદથી વાતાવરણ રંગીન બનીગયું હતું. થોડીવાર વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. દિલ્હીના ગોકુલપુરી, યમુના વિહાર અને ભજનપુરા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. જેથી લોકોને ગરમીમાં છુટકારો મળ્યો હતો.

નોઇડા પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટાથી એકાએક તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે થોડીવારમાં જ વરસાદ બંધ થઇ ગયો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતાં દિલ્હીવાસીઓના ચહેરા પર ખુશી લહેર જોવા મળી હતી. દિવસભરના ઉકળાટ બાદ તાત્કાલિક ગરમીમાંથી રાહત મળી ગઇ છે. વરસાદ પહેલાં નોઇડામાં ધૂળની ડમરીઓથી લોકોને હાલાકી અનુભવવી પડી હતી, પરંતુ વરસાદ બાદ હવામાન સુંદર બની ગયું છે.

You might also like