ડાંગ જિલ્લામાં વાવાઝોડા સાથે ધોધમાર કમોસમી વરસાદ

સાપુતારા: રાજ્યમાં સપ્તાહથી અષાઠી માહોલ સર્જાયો હતો. ડાંગ જિલ્લામાં આજે વાવાઝોડા સાથે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો. જોકે આજે બપોર ત્રણ વાગ્યા બાદ વાતાવરણ માં અચાનક જ પલટો આવ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે પડેલા વરસાદથી પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા હતો. પરંતુ સતત બે કલાક સુધી પડેલા ભારે વરસાદે તંત્રની મુશ્કેલીઓમાં ભારે વધારો કર્યો હતો. ભારે વરસાદના લીધે પ્રવાસી ગીરી મથક એવા સાપુતારામાં રસ્તા પર અનેક વૃક્ષો ધરાસાઈ થતાં અનેક વાહનો અટવાઈ ગયા હતા.

વરસાદ કારણે મહારાષ્ટ્ર ની એક લક્ઝરી ને સાપુતારા પાસે અક્સમાત નડ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાની બાજુમાં પાર્ક કરેલી લક્ઝરી બસને ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. હજુ તો આ બને વાહનો ચાલકો કંઈ સમજે તે પહેલાં જ એક ટેમ્પાએ પાછળથી ટક્કર મારતાં ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં 16 મુસફરો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ ટ્રક અને લક્ઝરીના ચાલકોની પરિસ્થિતિ અતિશય નાજુક હોવાનું તબીબો એ જણાવ્યું હતું.

ઇજાગ્રસ્તોને સાપુતારા પી એચ સીમાં સારવાર આપાયા બાદ આહવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વરસાદના લીધે સાપુતારા પાસે આવેલા મહારાષ્ટ્રના બોર ગામ, કણસી, અભોના,કલવાણના ખેતરમાં ભરાયા છે. ભર ઉનાળે ખાબકેલા કમોસમી વરસાદના લીધે ખેતરમાં મુકેલી ડુંગરીના પાકને મોટું નુકશાન થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ કાંક્રચ અને બાબરાનાં લુણકી પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ થયા બાદ આજે પણ કરાની છુટી છવાઇ ઘટનાઓ બની હતી. આજે ડાંગ જિલ્લામાં અને ગિરિમથક સાપુતારા પંથકમાં કમોસમી વરસાદ થયો હતો. આ ગોંડલ પંથકમાં કરા સાથે વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

You might also like